Site icon

Hardeep Singh Nijjar: કેનેડામાં વધુ એક આતંકવાદી પર થયો હુમલો! ખાલિસ્તાનની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના સહયોગીના ઘર પર થઈ રાઉન્ડ ફાયરીંગ.

Hardeep Singh Nijjar: ગયા વર્ષે હરદિપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. જે બાદ કેનેડા અને ભારતના રાજદ્વારી વચ્ચે વિવાદ ચાલ્યો હતો. તો હવે ફરી તેના એક સહયોગી પર હુમલો થયો છે. જેમાં ખાલિસ્તાન સમર્થકોના જુથે ભારતની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે.

Another terrorist was attacked in Canada! A round of firing took place at the house of Khalistan terrorist Hardeep Singh Nijjar's associate

Another terrorist was attacked in Canada! A round of firing took place at the house of Khalistan terrorist Hardeep Singh Nijjar's associate

News Continuous Bureau | Mumbai 

Hardeep Singh Nijjar: કેનેડામાં ગુરુવારની વહેલી સવારે ખાલિસ્તાન સમર્થક ( Khalistan supporter ) હરદીપ સિંહ નિજ્જરના સહયોગીના નિવાસસ્થાન પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ ( firing rounds ) કરવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરો દ્વારા ઘર તેમજ ઘરમાં પાર્ક કરેલી કારને ગોળીઓથી નિશાન બનાવવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

એક કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ઘરમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી તે સિમરનજીત સિંહનું છે. આ હુમલો કેનેડાના ( Canada )  સમય અનુસાર ગુરુવારે વહેલી સવારે થયો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ ( RCMP ) ની સરે ટુકડીએ દક્ષિણ સરેમાં એક નિવાસસ્થાન પર ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે મિડીયાને રિપોર્ટને જણાવ્યું હતું કે, 1 ફેબ્રુઆરીએ સવારે લગભગ 1.21 વાગ્યે તેમને સિમરનજીત સિંહના ઘરે ફાયરિંગની માહિતી મળી હતી. ફ્રન્ટલાઈન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફાયરિંગ સંબંધિત પુરાવા એકત્ર કર્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. સરેના RCMP મુખ્ય ક્રાઈમ વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યું છે. તપાસકર્તાઓ હાલ આ હુમલા પાછળનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે.

 આ હુમલામાં ભારતની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છેઃ અહેવાલ..

એક અહેવાલ મુજબ, આ હુમલા બાદ ખાલિસ્તાન સમર્થકોના ( Khalistan supporters ) એક જૂથે આ હુમલામાં ભારતની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. જો કે, સરમનજીત એ જ છે જેણે, 26 જાન્યુઆરીએ વેનકુવરમાં ભારતીય દૂતાવાસની ( Indian Embassy ) બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Central government: મંત્રીમંડળે એપરલ/ગારમેન્ટ્સની નિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના કરવેરા અને લેવીને રિબેટ માટેની યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી

બ્રિટિશ કોલંબિયા ગુરુદ્વારા પરિષદના પ્રવક્તા અને અગ્રણી કેનેડિયન અલગતાવાદી મોનિન્દર સિંહે જણાવ્યું હતું કે આ હુમલાનું એક કારણ સિમરનજીત નિજ્જરનો સહયોગી હતો તે હોય શકે છે. શક્ય છે કે આ હુમલામાં ભારતનો હાથ પણ હોય. આ સિમરનજીતને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાએ ભારત પર તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારત પર લગાવવામાં આવેલા આરોપોને કારણે કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો બગડી ગયા હતા. ભારતે કહ્યું હતું કે આ આરોપો વાહિયાત છે. જો કોઈ પુરાવા મળશે તો તપાસમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. બંને દેશોના રાજદ્વારીઓની સંખ્યા પણ સમાન હતી.

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version