ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હુમલો થયો છે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઈદની નમાજ ચાલતી હતી ત્યારે આસપાસ રૉકેટનો વરસાદ થયો હતો. આ અંગે એક વીડિયો પણ વાયરલ થયો છે. જોકેઆ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નમાજ વખતે રાષ્ટ્રપતિ અશફફ ઘની અને દેશના બીજા નેતાઓ પણ ત્યાં હાજર હતા. હાલ એવું મનાય છે કે આ હુમલો તાલિબાન દ્વારા કરાયો છે. આ રૉકેટો રાષ્ટ્રપતિ ભવનની નજીક આવેલા કાબુલના બે વિસ્તારમાં પડ્યા હતા.
મોટા સમાચાર : લોકલ ટ્રેનમાં સામાન્ય માણસના પ્રવેશ સંદર્ભે રાજ્ય સરકારે આ મોટી વાત કરી
આ રૉકેટ હુમલા રાષ્ટ્રપતિ ભવનની ઉત્તર દિશા તરફથી ફાયર કરવામાં આવ્યા હતા. એથી હવે અફઘાની સૈન્ય આ દિશામાં તપાસ કરી રહ્યું છે. આ અંગે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશફફ ઘનીએ કહ્યું હતું કે “તાલિબાન શાંતિ ઇચ્છતું નથી. હવે તમામ લોકોએ એક થઈ તાલિબાન વિરુદ્ધ લડવું પડશે.”
અફઘાનિસ્તાનની રાજધાની પર હુમલો; રાષ્ટ્રપતિ ભવનમાં ચાલુ નમાઝે વચ્ચે પડ્યા રોકેટ, જુઓ વિડિયો, જાણો વિગત #Afghanistan #Talibans #Kabul #Afghan #prayer #presidentialplace #attack #EID pic.twitter.com/L2Pj5NYAOj
— news continuous (@NewsContinuous) July 20, 2021