ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ 28 ડિસેમ્બર 2021
મંગળવાર
કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બ્રિટન અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ શહેરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ 'ઓમિકોન' થી પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે.
પશ્ચિમ સિડનીમાં 'ઓમિક્રોન'થી પીડિત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી, પરંતુ તેને કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી.
સોમવારે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ન્યુ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના 6,324 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 524 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 55 લોકો ICUમાં છે.