Site icon

ઑસ્ટ્રેલિયાના મેલબૉર્નમાં નાગરિકો દ્વારા લૉકડાઉન સામે આકરો વિરોધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આજકાલ સરકારનો કોઈ પણ નિર્ણય પસંદ ન આવે તો આંદોલન કરવું એ એક ટ્રેન્ડ બની ગયો છે. એક એવું આંદોલન ઑસ્ટ્રેલિયામાં પણ કરવામાં આવ્યું.

વાત જાણે એમ છે કે ઑસ્ટ્રેલિયાના બીજા  સૌથી મોટા શહેર મેલબૉર્નમાં લોકોએ કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે લૉકડાઉન લાગુ કરવાના વિરોધમાં શનિવારે એક રૅલી કાઢીને આંદોલન કર્યું હતું. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે મરચાંના ભુક્કાનો સ્પ્રેથી છંટકાવ કર્યો હતો.
આશરે 1,000 વિરોધીઓ રિચમંડ નામના ઉપનગરમાં એકત્રિત થયા હતા. પ્રશાસનથી બચવા માટે, વિરોધીઓએ અંતિમ ક્ષણે આંદોલનનું સ્થળ બદલ્યું હતું. આ પ્રદર્શનમાં નાનીમોટી અથડામણો પણ થઈ હતી. ઘણા વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. મોટા ભાગના વિરોધીઓએ માસ્ક ન પહેરીને નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું.

Join Our WhatsApp Community

શું આજે કંગના ની ધરપકડ થશે? પંગા‌ ક્વિન માટે મોટો દિવસ. જાણો વિગત

લગભગ બે હજાર પોલીસ અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા અને રસ્તાઓ પર ચેકપોસ્ટ પર બેરિક લગાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મેલબૉર્નમાં 5 ઑગસ્ટથી છઠ્ઠી વખત લૉકડાઉન શરૂ થયું. મેલબૉર્ન વિક્ટોરિયા રાજ્યની રાજધાની છે, જ્યાં શનિવારે કોરોના વાયરસના 535 નવા કેસ નોંધાયા હતા અને 24 કલાકમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version