Site icon News Continuous Bureau | Mumbai

Balochistan Terror Attack: બલૂચિસ્તાનમાં આતંકી હુમલામાં 50 ના મોત, BLA એ હુમલામાં સામેલ બે મહિલા આત્મઘાતી હુમલાખોરોની તસવીરો કરી વાયરલ

Balochistan Terror Attack: ‘બ્લેક સ્ટોર્મ’ ઓપરેશન હેઠળ અનેક શહેરોમાં ફિદાયીન હુમલા, પાકિસ્તાની સેનાની જવાબી કાર્યવાહીમાં 140 થી વધુ આતંકીઓ ઠાર.

Balochistan Militant Attacks BLA Releases Photos of Female Suicide Bombers Involved in Deadly Assaults

Balochistan Militant Attacks BLA Releases Photos of Female Suicide Bombers Involved in Deadly Assaults

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ એકસાથે અનેક શહેરોમાં ભીષણ આતંકી હુમલા કરીને પાકિસ્તાન સરકારને હચમચાવી દીધી છે. આ આત્મઘાતી હુમલાઓમાં પાકિસ્તાનના 17 સુરક્ષાકર્મીઓ સહિત આશરે 50 લોકોના મોત થયા છે. હુમલા બાદ BLA એ બે મહિલા ફિદાયીન હુમલાખોરોની તસવીરો જાહેર કરીને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Join Our WhatsApp Channel

મહિલા આત્મઘાતી હુમલાખોરની ઓળખ

BLA દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, એક મહિલા હુમલાખોરની ઓળખ 24 વર્ષીય આસિફા મેંગલ તરીકે થઈ છે. તે બલૂચિસ્તાનના નુશ્કી વિસ્તારની રહેવાસી હતી. સંગઠનનો દાવો છે કે આસિફાએ જ નુશ્કીમાં ISI મુખ્ય મથક પર હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તે હુમલા પહેલા પાકિસ્તાન સરકારની આકરી ટીકા કરતી જોવા મળે છે. અન્ય એક મહિલા હુમલાખોરની વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર

પાકિસ્તાની સેનાનું ‘ઓપરેશન ક્લીનઅપ’

આ ભીષણ હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ 40 કલાક સુધી ચાલેલી કાર્યવાહીમાં 140 થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓએ શાળાઓ, બજારો અને હોસ્પિટલોમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. નુશ્કી, ગ્વાદર, ચમન અને મકરાન જેવા વિસ્તારોમાં આ હુમલાઓની સૌથી વધુ અસર જોવા મળી હતી.

‘હેરોફ’ અભિયાન અને બલૂચિસ્તાનની સ્થિતિ

BLA એ આ હુમલાઓને તેમના ઓપરેશન ‘હેરોફ’ (બ્લેક સ્ટોર્મ) નો બીજો તબક્કો ગણાવ્યો છે. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પણ સૌથી ગરીબ પ્રાંત છે. અહીંના સ્થાનિક સંગઠનો લાંબા સમયથી કુદરતી સંસાધનોમાં હિસ્સેદારી અને વધુ અધિકારોની માંગ સાથે પાકિસ્તાની સત્તા સામે લડત ચલાવી રહ્યા છે. ચીનના રોકાણવાળા પ્રોજેક્ટ્સ અને પાકિસ્તાની સૈન્ય મથકો સતત આ આતંકી સંગઠનોના નિશાના પર રહે છે.

Chemistry Nobel Prize રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મોટો પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ પુરસ્કાર એનાયત
Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Exit mobile version