Site icon

Bangladesh Crisis : બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીનાની મુશ્કેલીઓ વધી, લંડન બાદ હવે આ દેશે કર્યો ઇન્કાર; વિઝા પણ કર્યા રદ્દ..

Bangladesh Crisis : બ્રિટન બાદ હવે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને અમેરિકા તરફથી પણ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ શેખ હસીનાના વિઝા પણ રદ કર્યા છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ તેમને સત્તા પરથી હટાવવાની માંગ કરી હોવાના અહેવાલો વચ્ચે આ માહિતી સામે આવી છે.

Bangladesh Crisis US revokes Sheikh Hasina's visa after her ouster from Bangladesh following violent protests

Bangladesh Crisis US revokes Sheikh Hasina's visa after her ouster from Bangladesh following violent protests

 News Continuous Bureau | Mumbai  

Bangladesh  Crisis :ભારતમાં આશ્રય લેનારી બંગલાદેશની પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુસીબતો ઓછી થતી જણાતી નથી. પહેલા બ્રિટને આશ્રય આપવાનો ઇનકાર કર્યો અને હવે સમાચાર છે કે અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કરી દીધા છે. શેખ હસીનાનો દીકરો અમેરિકામાં રહે છે, ત્યાર બાદ એવી શક્યતા હતી કે શેખ હસીના અમેરિકા જાય.

Join Our WhatsApp Community

Bangladesh Crisis : શેખ હસીનાનો પુત્ર અહીં રહે છે

મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકી સરકારે શેખ હસીનાના અમેરિકાના વિઝા રદ્દ કરી દીધા છે. શેખ હસીનાએ સોમવારે બપોરે બાંગ્લાદેશ છોડી દીધું હતું અને હાલમાં તેઓ તેમના આગામી પગલાં અંગે વિચારણા કરી રહ્યા છે. હસીનાનો પુત્ર સજીબ વાઝેદ જોય અમેરિકાના વર્જીનિયામાં રહે છે.

આ સમાચાર પણ વાંચો :  Bangladesh protests: જમીનથી લઈ આકાશ સુધી, આટલા રાફેલે ભરી ઉડાન… બાંગ્લાદેશથી ભારત આ રીતે સુરક્ષિત પહોંચ્યા શેખ હસીના..

Bangladesh Crisis :ભારતમાંથી શેખ હસીના ક્યાં જશે?

હાલ એ સ્પષ્ટ નથી કે હસીનાની અમેરિકા જવાની કોઈ યોજના હતી કે નહીં. અહેવાલો અનુસાર, હસીના બ્રિટનમાં આશ્રય માટે અરજી કરવાનું વિચારી રહી હતી, જ્યાં તેની બહેન (શેખ રેહાના) અને ભત્રીજી (ટ્યૂલિપ સિદ્દીક એમપી) રહે છે, પરંતુ બ્રિટન તરફથી સુરક્ષાની ખાતરી ન મળવાને કારણે તેણે આ યોજના રદ કરી દીધી. જો કે, યુકેના નિયમો હેઠળ યુકેની બહારથી આશ્રયનો દાવો કરવો શક્ય નથી, અને યુકે અપેક્ષા રાખે છે કે કોઈ વ્યક્તિ પહેલા સુરક્ષિત ત્રીજા દેશમાં આશ્રયનો દાવો કરે, જે આ કિસ્સામાં ભારત હશે.  

Donald Trump: નવા યુદ્ધનો ભય? ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી; ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર!
Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Exit mobile version