Site icon News Continuous Bureau | Mumbai

India Bangladesh Diesel Supply: બાંગ્લાદેશના સંકટ સમયે ભારત બન્યું ‘તારણહાર’! પાઈપલાઈન દ્વારા મોકલ્યો આટલા ટન ડીઝલનો જથ્થો; મિત્ર દેશને ઈંધણની અછતમાંથી ઉગાર્યો.

પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર વચ્ચે ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન કાર્યરત, આસામની નુમાલીગઢ રિફાઈનરીથી મોકલાયું ઇંધણ; દ્વિપક્ષીય સંબંધોમાં નવો વળાંક

India Bangladesh Diesel Supply બાંગ્લાદેશના સંકટ સમયે ભારત બન્યું 'તારણહાર'!

India Bangladesh Diesel Supply બાંગ્લાદેશના સંકટ સમયે ભારત બન્યું 'તારણહાર'!

News Continuous Bureau | Mumbai
India Bangladesh Diesel Supply પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની ખાડી બ્લોક થવાને કારણે બાંગ્લાદેશ અત્યારે ઈંધણની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં ભારતે પાડોશી દેશની વ્હારે આવીને પાઈપલાઈન દ્વારા 5,000 ટન ડીઝલની ખેપ મોકલી છે. બાંગ્લાદેશમાં નવી સરકારના આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે, ત્યારે ભારતનો આ નિર્ણય મુત્સદ્દીગીરીની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે.બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC) ના ચેરમેન મુહમ્મદ રેઝાનુર રહેમાને પુષ્ટિ આપી છે કે આ પુરવઠો બંને દેશો વચ્ચેના અગાઉના કરાર મુજબ મોકલવામાં આવ્યો છે. આ કરાર હેઠળ ભારત દર વર્ષે પાઈપલાઈન દ્વારા બાંગ્લાદેશને 1,80,000 ટન ડીઝલની સપ્લાય કરે છે. અત્યારે આવેલો 5,000 ટનનો જથ્થો એ આ વાર્ષિક લક્ષ્યાંકનો જ એક ભાગ છે.

મૈત્રી પાઈપલાઈન દ્વારા ઈંધણનો પ્રવાહ

આસામની નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (NRL) થી ‘ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન’ દ્વારા સોમવાર બપોરથી ડીઝલ મોકલવાનું શરૂ કરાયું હતું.
ગંતવ્ય: આ ડીઝલ બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમમાં આવેલા દિનાજપુર ડેપોમાં પહોંચી રહ્યું છે.
સમય મર્યાદા: 5,000 ટન ડીઝલ પહોંચવામાં અંદાજે 45 કલાક લાગશે, જે પ્રક્રિયા બુધવાર (11 માર્ચ) સાંજ સુધી પૂર્ણ થઈ જશે.
ઝડપ: પાઈપલાઈન દ્વારા દર કલાકે અંદાજે 113 ટન ડીઝલ બાંગ્લાદેશ પહોંચી રહ્યું છે.

Join Our WhatsApp Channel

બાંગ્લાદેશની વધારાના તેલની માંગ

બાંગ્લાદેશને આગામી છ મહિનામાં ઓછામાં ઓછું 90,000 ટન ડીઝલ આયાત કરવાની જરૂર છે. ભારતીય હાઈ કમિશનર પ્રણય કુમાર વર્માએ અગાઉ જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશની વધારાની ડીઝલ સપ્લાયની વિનંતી પર સક્રિયપણે વિચાર કરી રહ્યું છે. બાંગ્લાદેશ અત્યારે યુદ્ધના જોખમોને ધ્યાનમાં રાખીને પોતાનો ઈંધણ ભંડાર વધારવા માંગે છે જેથી દેશની ઉર્જા સુરક્ષા જળવાઈ રહે.

આ સમાચાર પણ વાંચો : Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ

મુશ્કેલ સમયમાં ભારતની ભૂમિકા

જ્યારે સમગ્ર વિશ્વ પશ્ચિમ એશિયાના તણાવને કારણે તેલના વધતા ભાવ અને અછતથી ચિંતિત છે, ત્યારે ભારતે તેના જૂના કરારોનું સન્માન કરીને બાંગ્લાદેશને મદદ કરી છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ ભારતનો ઘનિષ્ઠ મિત્ર છે અને તેની પ્રગતિ તેમજ જરૂરિયાતો માટે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા તૈયાર છે. આ મદદથી બાંગ્લાદેશમાં વધી રહેલા તેલના હાહાકારમાં થોડી રાહત મળવાની અપેક્ષા છે.

Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
CJP Continues Protests After Pradhan Exit ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન યથાવત, હવે આ માંગ પર છે અડગ…
Trump 2028 Hat ડોનાલ્ડ ટ્રમ્પની ‘ચોથી ટર્મ’ વાળી ટિપ્પણી અને કસ્ટમ હેટથી રાજકારણમાં ચર્ચા, પત્રકારોને પણ બનાવ્યા નિશાન
US Iran Conflict Crude Oil Price Hike અમેરિકાનો ઈરાન પર લશ્કરી હુમલો, હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરને પાર
Exit mobile version