સારા સમાચાર : ઓસ્ટ્રેલિયાએ ભારતની આ સ્વદેશી વેક્સિનને આપી મંજૂરી, રોક ટોક વગર કરી શકાશે પ્રવાસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 1 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઓસ્ટ્રેલિયામાં ટ્રાવેલ માટે મંજૂરી મળી ગઈ છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ કો-વેક્સિનને ઓસ્ટ્રેલિયાની સરકારે તેને માન્ય વેક્સિન તરીકેની યાદીમાં સામેલ કરી દીધી છે.

એટલે કે હવે કોવેક્સિન લીધી હોય તેવા કોઈપણ ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા જઇ શકશે. 

કોવેક્સિન લઈ ચૂકેલા ઓસ્ટ્રેલિયા જનારા લોકોને હવે 14 દિવસ ક્વોરન્ટીન પણ રહેવું પડશે નહીં.

ઓસ્ટ્રેલિયાના થેરેપાટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ વેક્સિનની એફિકેસીને લઇને તપાસ કરી હતી ત્યાર બાદ મંજૂરી આપી છે. 

આ તપાસમાં વેક્સિનની સુરક્ષા, ક્વોલિટી અને ઇફેક્ટિવનેસને લઇને તપાસ કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા સરકારે આ નિર્ણય કોવેક્સિન બાબતે WHOની મળનારી બેઠકના 2 દિવસ પહેલાં જ લીધો છે. 

ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ WHOની બેઠક મળનારી છે. કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક કંપનીને આશા છે કે આ બેઠકમાં WHO તેમની વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ આપી દેશે.

પર્યટન જાણકારી : આ દિવાળીમાં જો તમે કેરળ જવાનો પ્લાન કરી રહ્યા છો તો જાણી લો કેરળની આ 5 શ્રેષ્ઠ જગ્યાઓ વિશે

Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Donald Trump: વેનેઝુએલા પર ટ્રમ્પની સર્જિકલ સ્ટ્રાઈક: તેલ ટેન્કરોની અવરજવર પર નાકાબંધી, શું દુનિયામાં તેલના ભાવ વધશે?
Russia-Ukraine war: અમેરિકી રાજકારણમાં હલચલ ટ્રમ્પના દાવાથી રશિયા-યુક્રેન યુદ્ધના અંતની અટકળો તેજ
Pakistan: પાકિસ્તાન મુશ્કેલીમાં UNમાં ભારત-અમેરિકાએ ગઠબંધન કર્યું, ‘આતંકીસ્તાન’ વિરુદ્ધ કયા આતંકવાદીઓ પર પ્રતિબંધોની માંગ કરી?
Exit mobile version