અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડન સત્તા સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે.
જો બાઈડને યુએસ કોંગ્રેસને હાકલ કરી છે કે, 1.1 કરોડ લોકોને કાયમી વસવાટની પરવાનગી મળે અને તેઓ અમેરિકી નાગરિક બની શકે એવો કાયદો ઘડો.
એક અનુમાન મુજબ, આ 1.1 કરોડ લોકોમાં પાંચ લાખ ભારતીયો પણ શામેલ છે જેમની પાસે અમેરિકામાં કાયમી વસવાટ માટે કોઇ દસ્તાવેજો નથી.
