Site icon

COP27 સમિટમાં બન્યુ ઐતિહાસિક ‘loss & Damage’ ફંડ, આ દેશો કરશે નુકસાનની ભરપાઈ…

 News Continuous Bureau | Mumbai

ગત રવિવારે ઈજિપ્ત (Egypt) માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ સમિટ (UN Climate change Summit) માં ભેગા થયેલા 200 દેશો દ્વારા રવિવારે ઐતિહાસિક સમજૂતી થઈ હતી. 14 દિવસની ઉગ્ર ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેઠળ સમૃદ્ધ દેશોએ એક ફંડ બનાવવું પડશે, જે ગરીબ દેશોને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે વળતર આપશે. લોસ એન્ડ ડેમેજ ફંડ (Loss and Damage Fund) જળવાયુ પરિવર્તન પ્રત્યે સંવેદનશીલ દેશોને થયેલા નુકસાન (Loss) ની ભરપાઈ કરવામાં મદદ કરશે.  

Join Our WhatsApp Community

ભારતીય વિશેષજ્ઞોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. COP27 એ એક ટ્વિટ કરી લખ્યું હતું કે સમિટમાં ઇતિહાસ રચાયો છે. કારણ કે બધા મદદ (Help) માટે તૈયાર થયા છે. આ ફંડ દ્વારા કલાઇમેટ ચેન્જ (Climate change) ની સમસ્યાને દૂર કરવાના પ્રયાસો કરાશે. આ નિર્ણય મોટી સમજુતીનો ભાગ છે અને લગભગ 200 દેશોએ તેનું સમર્થન કર્યું છે. ઇજિપ્તના શર્મ અલ-શેખમાં 6 થી 18 નવેમ્બર સુધી સંમેલનનું આયોજન થયું હતું. 

આ સમાચાર પણ વાંચો: અરે રાહુલ ગાંધીજી, ગુજરાતીઓને હિન્દી આવડે છે…. સુરતની સભામાં લોકોએ કોંગ્રેસી ટ્રાન્સલેટર ની બોલતી બંધ કરી. જુઓ વિડિયો…..

શું છે COP27 સમિટ

કલાઇમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેનશન (United Nations Framework Convention on Climate Change) માં ક્લાઈમેટ ચેન્જ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. 190થી વધુ દેશો જે UNFCCCના મેમ્બર છે, કલાઇમેટ ચેન્જ સામે લડવા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ પર કામ કરવા માટે વર્ષના અંતિમ 2 અઠવાડિયામાં વાર્ષિક કોન્ફેરેન્સ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં પેરિસ સમજૂતિને જન્મ અપાયો હતો. આ સિવાય તેના પુરોગામી સમજૂતી ક્યોટો પ્રોટોકોલ પણ છે. આ એક પ્રકારની આંતરરાષ્ટ્રીય સંધિ કલાઇમેટ ચેન્જના જોખમ સામે લડવા માટે ડિઝાઇન કરાઈ હતી.

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Exit mobile version