Site icon

આ દેશમાં હવે બિટકૉઇન થઈ ગયું સત્તાવાર ચલણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મધ્ય અમેરિકામાં આવેલા એલ સાલ્વાડરે બિટકૉઇનને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપી દીધી છે. બુધવારે એની સંસદે બિટકૉઇનને સત્તાવાર ચલણનો દરજ્જો આપવાના પ્રમુખ નયીબ બુકેલેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બુકેલે સ્થાનિક મીડિયાને કહ્યું છે કે તેમનો ઉદ્દેશ નાણાકીય સમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ અનુસાર હવે તમામ વેપારી સંસ્થાઓએ માલસામાન અને સેવાના બદલામાં બિટકૉઇન સ્વીકારી શકશે. જે લોકો આ ચલણમાં વ્યવહાર કરવાનું જોખમ લેવા ન માગતા હોય તેમને સરકાર મદદ કરશે. ડેવલપમેન્ટ બૅન્ક ઑફ એલ સાલ્વાડોરમાં સરકાર એક ટ્રસ્ટ ઊભું કરશે જે બિટકૉઇનને અમેરિકન ડૉલરમાં ફેરવી આપશે અને વેપારીનું જોખમ પણ પોતે લેશે.

હાઉડી મોદી સમયે અમેરિકા સાથે થયેલો આ મોટો કરાર રદ થયો; જાણો શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે બિટકૉઇન સ્વીકારવાનું જોખમ લેવા ન માગતો હોય તેવા વેપારીએ પણ કાયદેસર બિટકૉઇન સ્વીકારવા તો પડશે જ, પરંતુ વેપારી સરકારને તત્કાળ એટલા ડૉલર પોતાના ખાતામાં જમા કરવાનું કહી શકશે. વેપારી ઇચ્છે તો પછીથી પણ બજારમાં બિટકૉઇનને ડૉલરમાં ફેરવી શકશે.

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version