Site icon

Bangladesh Violence: બાંગ્લાદેશ સળગ્યું! સૌથી મોટા અખબારોની ઓફિસોમાં તોડફોડ અને આગજની, પત્રકારોએ માંડ જીવ બચાવ્યા.

બાંગ્લાદેશમાં યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ મીડિયા પર નિશાન સાધતા દેશના બે સૌથી મોટા અખબારો 'પ્રોથોમ આલો' અને 'ધ ડેલી સ્ટાર' ની ઓફિસોને આગ ચાંપી દીધી છે.

Bangladesh Violence બાંગ્લાદેશ સળગ્યું! સૌથી મોટા અખબારોની ઓફિસોમાં તોડ

Bangladesh Violence બાંગ્લાદેશ સળગ્યું! સૌથી મોટા અખબારોની ઓફિસોમાં તોડ

News Continuous Bureau | Mumbai

Bangladesh Violence  બાંગ્લાદેશમાં યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ મીડિયા પર નિશાન સાધતા દેશના બે સૌથી મોટા અખબારો ‘પ્રોથોમ આલો’ અને ‘ધ ડેલી સ્ટાર’ ની ઓફિસોને આગ ચાંપી દીધી છે. આ હુમલા બાદ પત્રકારોમાં ફાળ પડી છે અને અનેક પત્રકારોએ જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું. સ્થિતિ એટલી ગંભીર છે કે છેલ્લા ૨૭ વર્ષમાં પહેલીવાર ‘પ્રોથોમ આલો’ અખબાર છપાઈ શક્યું નથી.

Join Our WhatsApp Community

મીડિયાના ઇતિહાસની ‘કાળી રાત’

પ્રોથોમ આલોના એક્ઝિક્યુટિવ એડિટર સજ્જાદ શરીફે આ ભયાનક ઘટનાને લોકશાહી અને પ્રેસની આઝાદી પર સીધો હુમલો ગણાવ્યો છે. બુધવારે મોડી રાત્રે સેંકડો લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ ઢાકા સ્થિત ઓફિસને ચારેબાજુથી ઘેરી લીધી હતી અને મધ્યરાત્રિએ ઈમારતમાં આગ લગાવી દીધી હતી. ૧૯૯૮માં સ્થાપના થયા પછી ૨૭ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે કે અખબાર પ્રકાશિત થઈ શક્યું નથી અને તેની વેબસાઇટ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. જે સમયે હુમલો થયો ત્યારે પત્રકારો આગામી દિવસની આવૃત્તિ તૈયાર કરવામાં વ્યસ્ત હતા, પરંતુ જીવનું જોખમ જણાતા તેમણે કામ અધૂરું મૂકીને તાત્કાલિક ઓફિસ છોડવી પડી હતી.

કોણ હતા શરીફ ઉસ્માન હાદી અને તેમની હત્યા કેવી રીતે થઈ?

આ હિંસાની પૃષ્ઠભૂમિમાં ૩૨ વર્ષીય શરીફ ઉસ્માન હાદીનું નામ ચર્ચામાં છે, જેઓ બાંગ્લાદેશના ‘જુલાઈ આંદોલન’નો મોટો ચહેરો અને ‘ઇન્કિલાબ મંચ’ના પ્રવક્તા હતા. ઢાકા યુનિવર્સિટીથી શિક્ષિત હાદી પરંપરાગત રાજકારણ અને અવામી લીગના કટ્ટર વિરોધક ગણાતા હતા. ૧૨ ડિસેમ્બરે ઢાકાના મોટિઝિલ વિસ્તારમાં રિક્ષામાં જઈ રહેલા હાદી પર બુકાનીધારી હુમલાખોરોએ હુમલો કરી માથામાં ગોળી મારી દીધી હતી. ગંભીર હાલતમાં તેમને વધુ સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લાંબી લડત બાદ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જેના કારણે દેશમાં આક્રોશ વધુ ભભૂકી ઉઠ્યો છે.

ચૂંટણી પહેલા દેશમાં અંધાધૂંધી

શરીફ ઉસ્માન હાદીના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા જ આખું બાંગ્લાદેશ ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. આક્રોશિત પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેઓ સરકારી ઈમારતો, ખાનગી મિલકતો તેમજ મીડિયા હાઉસને બેફામ રીતે નિશાન બનાવી રહ્યા છે. ઠેર-ઠેર તોડફોડ અને આગજનીની ઘટનાઓ વચ્ચે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દેશમાં અરાજકતાનું વાતાવરણ વ્યાપ્યું છે, જે લોકશાહીના પાયાને હચમચાવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.

અભિવ્યક્તિની આઝાદી પર જોખમ

વિશ્લેષકોનું માનવું છે કે અખબારો પરના હુમલા એ પ્રેસની આઝાદીને દબાવવાનો પ્રયાસ છે. પત્રકારોએ સરકાર પાસે સુરક્ષા અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાદીની હત્યાએ દેશની રાજકીય સ્થિતિને વધુ નાજુક બનાવી દીધી છે, જેની અસર ભારત સાથેના સંબંધો પર પણ પડી શકે છે.

Imran Khan: સરકારી ભેટની ચોરી પડી મોંઘી! ઇમરાન ખાન અને બુશરા બીબીને તોશાખાના-II કેસમાં ૧૭-૧૭ વર્ષની જેલની સજા.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Donald Trump Tariff: ક્સ ઘટશે, ટેરિફ વધશે! ડોનાલ્ડ ટ્રમ્પની નવી આર્થિક નીતિની જાહેરાતથી અમેરિકી બજારમાં ઉત્સાહ
Bangladesh Violence Usman Hadi: ઉસ્માન હાદીના અંતિમ સંસ્કાર પૂર્વે બાંગ્લાદેશમાં ભડકો: દેશભરમાં રાજકીય શોક અને કડક સુરક્ષા બંદોબસ્ત.
Exit mobile version