ખુંખાર સંગઠન બોકો હરામના લીડર અબુ બકર શેકાઉએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો છે.
અબુ બકર શેકાઉએ તેના દુશ્મન સંગઠન ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિંસના જેહાદી લડાકુ સાથે લડાઇ દરમિયાન ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો.
ઇસ્લામિક સ્ટેટે ઓડિયો રેકોર્ડિંગમાં અબુ બકર શેકાઉના મોતની પુષ્ટિ કરી છે. જેમાં ISWAPના નેતા અબુ મુસાબ અલ બારનવીને કહેતા સાંભળી શકાય છે, ‘શેકાઉએ ધરતી પર અપમાનિત થવાની જગ્યાએ તેણે ખુદને વિસ્ફોટથી ઉડાવીને મારી લીધો છે.’
જોકે, બોકો હરામે હજુ સુધી શેકાઉના મોતની પૃષ્ટી કરી નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શેકાઉના મોતના સમાચાર આવ્યા હતા પરંતુ ત્યારે તેની પૃષ્ટી થઇ શકી નહોતી.
પરોઢના પગલાઃ મુંબઈ મહાનગરપાલિકાએ રેસ્ટોરાં અને હૉટેલ માલિકો માટે આ કામ ફરજિયાત કર્યું; જાણો વિગત
