Site icon News Continuous Bureau | Mumbai

Bolivia Plane Crash: બોલિવિયામાં સેનાનું વિમાન રનવે પરથી લપસી રોડ પર ખાબક્યું: ૧૫ લોકોના મોત; અકસ્માત બાદ હાઈવે પર ચલણી નોટોનો વરસાદ.

Bolivia Plane Crash: એરફોર્સનું હરક્યુલસ C-130 વિમાન અનેક કાર સાથે અથડાયું; દેશના વિવિધ ભાગોમાં નવી નોટો પહોંચાડવા જઈ રહ્યું હતું પ્લેન, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

Bolivia Plane Crash Air Force Hercules C-130 Skids Off Runway onto Highway; 15 Dead as Banknotes Scatter Across the Road.

Bolivia Plane Crash Air Force Hercules C-130 Skids Off Runway onto Highway; 15 Dead as Banknotes Scatter Across the Road.

News Continuous Bureau | Mumbai

બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક આવેલા એલ એલ્ટો શહેરમાં શુક્રવારે સાંજે એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી હતી. બોલિવિયા એરફોર્સનું હરક્યુલસ C-130 વિમાન લેન્ડિંગ અથવા ટેક-ઓફ વખતે નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને રનવેની બાઉન્ડ્રી તોડીને સીધું હાઈવે પર આવી ગયું હતું. આ અકસ્માતમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં વિમાનમાં સવાર મુસાફરો અને રોડ પર પસાર થઈ રહેલી કારના ચાલકોનો સમાવેશ થાય છે.આ અકસ્માતની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે વિમાનમાં મોટી માત્રામાં નવી ચલણી નોટો ભરેલી હતી. વિમાન રોડ પર પડતાની સાથે જ તેમાં ભરેલી બેંક નોટો ચારેબાજુ વિખરાઈ ગઈ હતી. સ્થાનિક મીડિયા મુજબ, આ વિમાન સેન્ટા ક્રુઝથી ઉડાન ભરીને દેશના આંતરિક ભાગોમાં નવી કરન્સી પહોંચાડવા જઈ રહ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રોડ પર પડેલા પ્લેન અને ચારેબાજુ ઉડતી નોટો જોઈ શકાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Afghanistan-Pakistan War Escalates: પાક.-અફઘાન વચ્ચે આરપારની જંગ: તાલિબાનના ડ્રોન હુમલાથી પાકિસ્તાની લશ્કરી મથકો ધ્રૂજ્યા; ૪૦ સૈનિકોના મોતથી ઇસ્લામાબાદમાં માતમ.

રોડ પરની અનેક કારોનો કચરણઘાણ

વિમાન જ્યારે હાઈવે પર પડ્યું ત્યારે તે ત્યાંથી પસાર થઈ રહેલા અનેક વાહનો સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે અનેક કારો અને અન્ય વાહનોનો સંપૂર્ણ કચરણઘાણ નીકળી ગયો હતો. ફાયર ચીફ પાવેલ ટોવરે જણાવ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે મૃતકો વિમાનમાં હતા કે રોડ પરની કારમાં. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૦ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

એરપોર્ટ કામચલાઉ ધોરણે બંધ

અકસ્માત બાદ એલ એલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટને તાત્કાલિક અસરથી કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું. નેશનલ એરલાઇન બોલિવિયાના ડી એવિયેશને સ્પષ્ટ કર્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન તેમના કાફલાનું નહોતું, પરંતુ તે લશ્કરી વિમાન હતું. રક્ષણ મંત્રાલયે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે જેથી અકસ્માતનું સચોટ કારણ જાણી શકાય.

 

China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
US Destroys Iranian Surveillance Vessel ઈરાનનું સર્વેલન્સ જહાજ જોતાં જ ભડક્યું અમેરિકા મિસાઇલથી ઉડાવી દીધું જાસૂસી વહાણ, જુઓ VIDEO
Cargo Ship Sinks In Strait Of Hormuz હોર્મુઝ સ્ટ્રેટમાં નેવલ માઇન સાથે અથડાયા બાદ માલવાહક જહાજ ડૂબ્યું દરિયામાં તરતા જોવા મળ્યા iPhone અને લક્ઝરી પરફ્યુમ
Exit mobile version