Site icon

જેને રામ રાખે તેને કોણ ચાખે- દરિયા વચ્ચે શખ્સ માટે ફ્રીઝ બન્યું ભગવાન-શાર્કનો આહાર બનવાના ભય વચ્ચે આ રીતે બચ્યો જીવ

News Continuous Bureau | Mumbai

'જાકો રાખે સાઈયાં, માર સકે ન કોય' કબીરનો આ દોહો બ્રાઝીલના(Brazil) એક માછીમાર(fisherman) પર એકદમ ફિટ બેસે છે. હકીકતમાં આ માછીમાર દરિયામાં માછલી પકડવા ગયો હતો, પરંતુ દરિયામાં તેની બોટ ડૂબી(Boat Drowned) ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે તેણે ફ્રિઝનો સહારો (Frizz support) લીધો. માછીમાર ફ્રિઝની અંદર સંતાઈ ગયો અને આશ્ચર્યજનક રીતે દરિયામાં 11 દિવસ સુધી જીવતો રહ્યો. 

Join Our WhatsApp Community

જે જગ્યાએ દરિયામાં માછીમારની બોટ ડૂબી હતી ત્યાંથી 450 કિમી દૂર બીજા દેશના લોકોએ તેને બચાવ્યો. પ્રાથમિક સારવાર(First aid) બાદ તેને 16 દિવસ જેલમાં રાખવામાં આવ્યો. ચાલો જાણીએ કેમ…?

મીડિયા રિપોર્ટ મુજબ, માછીમારનું નામ રોમુઆલ્ડો(Romualdo) છે. જુલાઈના અંતમાં તે બ્રાઝીલના ઓઇયાપોક શહેરથી(Oiapok City) માછલી પકડવા માટે દરિયામાં ગયો હતો. દરિયામાં માછલી પકડતા સમયે અચાનક તેની બોટ ડૂબવા લાગી હતી. ત્યારબાદ તેમણે ફ્રિઝ ઉપર ચઢી પોતાનો જીવ બચાવ્યો હતો. ફ્રિઝને તે બોટમાં પોતાની સાથે લઈ ગયો હતો.

11 દિવસ સુધી રોમુઆલ્ડો ફ્રિઝના સહારે દરિયામાં રહ્યો, તેનું પાંચ કિલો વજન પણ ઓછું થઈ ગયું કેમ કે, ખાવા-પીવા માટે તેની પાસે કોઈ વસ્તુ ન હતી. 11 ઓગસ્ટના જ્યારે તે દરિયા વચ્ચે મળ્યો. ત્યારે તેને બચાવવા માટે લોકોએ રોમુઆલ્ડોને પીવા માટે પાણી અને ખાવા માટે ખીચડી આપી હતી. આશ્ચર્યની વાત એ છે કે માછીમારની બોટ બ્રાઝીલના દરિયાઈ સરહદમાં ડૂબી હતી, ત્યારે તે માછીમાર સૂરીનામ (બીજા દેશ) માં મળી આવ્યો હતો. રોમુઆલ્ડોએ જણાવ્યું કે, હું સૌથી વધારે પાણી માટે તરસ્યો હતો. બોટ ડૂબી જતા ફ્રિઝ તેના માટે ભગવાન બન્યું હતું. આટલા દિવસ દરિયામાં રહ્યા બાદ તે ડિહાઈડ્રેશનથી ગ્રસ્ત થયો હતો. તેનું સ્વાસ્થ્ય પણ ખરાબ થયું હતું. 

આ સમાચાર પણ વાંચો : રંગભેદ- હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન અને ભારતીય- શું આ કારણ છે ઋષિ સુનકની હારનું- સોશિયલ મીડિયા પર પોસ્ટનો રાફડો ફાટ્યો

સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, રોમુઆલ્ડોએ કહ્યું- મને લાગ્યું કે શાર્ક માછલીએ તેને ખાઈ જશે. એક બોટ સવાર લોકોએ તેની પાસે આવી મદદ કરી. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આટલા દિવસ દરિયામાં રહ્યા બાદ માછીમારની જોવાની ક્ષમતા પર અસર પડી છે. પરંતુ સ્વાસ્થ્ય સારું છે. 11 દિવસ ભુખ્યા પેટે અને પાણી વગર પસાર કરનાર માછીમાર રોમુઆલ્ડોને વધુ એક મુસિબતનો સમાનો કરવો પડ્યો. ખરેખરમાં જે જગ્યાએ તે મળ્યો, તે સૂરીનામની સીમા હતી. તેને દસ્તાવેજો વિના સૂરીનામની સરહદમાં પ્રવેશવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો સૂરીનામમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના કારણે તેને જેલમાં 16 દિવસ રહેવું પડ્યું. હાલમાં જ તેને પોતાના દેસ પરત મોકલવામાં આવ્યો છે.

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version