Site icon

Britain Air Traffic:વિમાનોના પૈડા થંભી ગયા, આ દેશની એર ટ્રાફિક સિસ્ટમમાં મોટું ભંગાણ, લાખો મુસાફરોને હાલાકી..

Britain Air Traffic: બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેના કારણે એર સ્પેસ બંધ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નેટવર્કમાં ખામીને કારણે ફ્લાઈટ્સની અવરજવર પર પણ અસર થઈ છે.

Britain Air Traffic:UK airspace hit by huge network failure of air traffic control systems, hundreds of flight delays

Britain Air Traffic:વિમાનોના પૈડા થંભી ગયા, આ દેશની એર ટ્રાફિક સિસ્ટમમાં મોટું ભંગાણ, લાખો મુસાફરોને હાલાકી..

News Continuous Bureau | Mumbai

Britain Air Traffic: ટેક્નિકલ ખામીના કારણે સમગ્ર યુકેમાં હવાઈ મુસાફરી અચાનક ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે ન તો વિમાન લેન્ડ થઈ શકે છે અને ન તો ટેક ઓફ કરી શકે છે. એક એરલાઈને નેટવર્ક નિષ્ફળતાની જાણ કરી છે. બ્રિટિશ એરપોર્ટની બહારના મુસાફરોને કહેવામાં આવ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્ક ડાઉન છે અને તેમની ફ્લાઇટ્સ વિલંબિત થશે.

Join Our WhatsApp Community

સલામતી માટે ટ્રાફિક પ્રવાહ પર પ્રતિબંધ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ નેશનલ એર ટ્રાફિક કંટ્રોલર નેટ્સે કહ્યું કે, હાલમાં અમે ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. સુરક્ષાના કારણોસર, અમે ટ્રાફિકના પ્રવાહ પર નિયંત્રણો મૂક્યા છે. હાલ એન્જિનિયર્સ સમસ્યાને દૂર કરવા પર કામ કરી રહ્યા છે. આ સાથે લોકોને પડતી અસુવિધા માટે માફી માંગવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર,બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસે કયા પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ છે અને તેને ઠીક કરવામાં કેટલો સમય લાગી શકે છે તેની માહિતી આપી નથી.

આ સમાચાર પણ વાંચો :  Bahubali baby : શું તમે ક્યારેય ‘બાહુબલી બાળક’ને જોયો છે! જેણે જન્મતાં જ બંને હાથે પકડી લીધી ટ્રે, નર્સ પણ થઇ ગઈ આશ્ચર્યચકિત.. જુઓ વીડિયો

ટેકનિકલ ખામી શું છે?

બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસને સોમવારે એરક્રાફ્ટની અવરજવરને પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે. ટેક્નિકલ ખામીના કારણે એરલાઈન્સ અને એરપોર્ટને ચેતવણી આપવામાં આવી હતી કે એર ટ્રાફિક બંધ કરી દેવો જોઈએ.

આ સંદર્ભમાં, એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે હાલમાં તકનીકી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અને સલામતી જાળવવા માટે ટ્રાફિક પ્રવાહ નિયંત્રણો લાગુ કર્યા છે. એન્જિનિયરો ખામી શોધવા અને તેને સુધારવા માટે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પણ થોડા સમય અગાઉ એર ટ્રાફિક સિસ્ટમ ખોરવાઈ જતાં આખા દેશના વિમાનોના પૈડા થંભી ગયા હતા.  

 

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version