Site icon

યુક્રેન-રશિયા સંઘર્ષ : આ દેશના વડાપ્રધાનનું મોટું નિવેદન, કહ્યું -જો રૂસ હુમલો કરશે તો યુક્રેનના લોકો અંત સુધી લડવા તૈયાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર

યુક્રેન અને રશિયા વચ્ચે વધતાં તણાવ વચ્ચે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને મોટી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો દસમાંથી નવ યુક્રેનિયનો અંત સુધી લડવા માટે તૈયાર છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાએ પોતાના 3000 સૈનિકો પૂર્વ યુરોપ મોકલવાની જાહેરાત કરી છે.બ્રિટિશ પીએમએ કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમને કહ્યું હતું કે જાે રશિયન હુમલો થશે તો તેનું પરિણામ લોહિયાળ ત્રાસદી હશે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. 

અરે વાહ, UAE બાદ હવે આ દેશમાં પણ બનશે ભવ્ય મંદિર બનશે, વડાપ્રધાન મોદીએ આભાર માન્યો

પીએમ જોન્સને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ ફોન પર વાત કરી છે. બ્રિટિશ પીએમએ રશિયન રાષ્ટ્રપતિને વિનાશક સંઘર્ષને રોકવા માટે સરહદ પરથી તેમના સૈનિકો પાછા ખેંચવા વિનંતી કરી છે. યુક્રેનની રાજધાની કિવથી પરત આવ્યા બાદ બોરિસ જોન્સને કહ્યું કે, અમને એક વાત સ્પષ્ટ કહેવામાં આવી હતી કે ૯૦ ટકા યુક્રેનિયનો લડવા માટે તૈયાર છે. તેમની પાસે પોતાના 2,60,000 સૈનિકો અને 160,000 સૈનિકો કરાર પર છે. આ સૈનિકોએ પ્રતિજ્ઞા લીધી છે કે આ એક સંપૂર્ણ યુદ્ધ હશે. જાેન્સને કહ્યું કે, લશ્કરી કાર્યવાહી વાસ્તવમાં અત્યંત બેજવાબદારીભરી લાગે છે. પરંતુ તેઓ હુમલા માટે ઝીણવટભરી તૈયારીઓ કરી રહ્યા છે.

Tesla Car: એલોન મસ્કની કંપની ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં અરજી, ડોર લોક સિસ્ટમ પર વિવાદ
Hamas: ગાઝા શાંતિ યોજના ની હમાસે ટ્રમ્પની ઘણી શરતો નથી માની! જાણો તકરાર-ઇકરાર ની સંપૂર્ણ કહાની
Hamas-Israel: ઇઝરાયલ-હમાસ ડીલ પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ વિશે કહી આવી વાત, ફ્રાન્સ થી લઈને બ્રિટન સુધીના નેતાઓ એ પણ આપ્યો પ્રતિભાવ
Vladimir Putin: અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે પુતિનનો મોટો આદેશ, પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version