Site icon

બ્રિટને તેના નાગરિકોને આપી ચેતવણી; વેક્સિન નહિ લગાવો તો આગની જેમ ફેલાશે કોરોનાનું ભારતીય વેરિયન્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધું છે. કડક પ્રતિબંધો બાદ હવે બ્રિટનમાં પરિસ્થિતિ સુધરી રહી છે. એવામાં બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેન્કોકે ચેતવણી આપી છે કે બ્રિટનમાં જે લોકોએ હજી વેક્સિન નથી લીધી તેઓમાં કોરોનાનું ભારતીય વેરિયન્ટ અગ્નિની જેમ ફેલાઈ શકે છે.

હેન્કોકે લોકોને વિનંતી કરી કે જેઓ રસીકરણ માટે લાયક છે, પરંતુ તેમણે રસી મેળવવા માટે હજુ સુધી કોઈ ઍપૉઇન્ટમેન્ટ લીધી નથી, આવા લોકો વહેલી તકે રસી લઈ લે. પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પીએચઈ)એ મીડિયાને જણાવ્યું હતું કે યુકેમાં બી ૧૬૧૭.૨ તરીકે ઓળખાતા વેરિયંટનું સંક્રમણ ગત સપ્તાહે ૫૨૦ કેસની તુલનામાં બમણા કરતાં વધુ ૧૩૧૩ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટને પોતાના 3.૬ કરોડ લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે. જોકેસોમવારે લોકડાઉનને સરળ બનાવવાની યોજનાઓ હજી આગળ વધશે. હેન્કોકે મીડિયાને જણાવ્યા મુજબ ૨૧ જૂન સુધીમાં તમામ પાબંધીઓ હટાવી લેવી કે કેમ એનો નિર્ણય ૧૪ જૂને કરવામાં આવશે.

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version