Site icon

બ્રિટનના વડાપ્રધાન બોરિસ સામે આરોપો લગાવવામાં આવ્યા, લંડનમાં લોકડાઉન હતું ત્યારે વડાપ્રધાને પાર્ટી કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર.

 બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સનને આ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે કે તેમણે તથા તેમના કર્મચારીઓએ ૨૦૨૦મા એક ગાર્ડન પાર્ટી કરીને કોરોના વાયરસ લોકડાઉનના નિયમોને તોડ્યા જ્યારે બ્રિટિશ નાગરિકોને ઘરોમાંથી બહાર નીકાળવા દેવામાં આવતા નહોતા. આઇટીવી ચેનલે મે, ૨૦૨૦માં પ્રધાનમંત્રી ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસ અને ઘરના બગીચામાં ‘સોશ્યલી ડિસ્ટેંસ્ડ ડ્રિંક્સ’ આયોજનનો એક લીક થયેલા ઇમેલ નિમંત્રણને પ્રકાશિત કર્યો છે ત્યારબાદ વિપક્ષી નેતાઓએ પોલીસ પાસે તપાસ કરાવાની માંગણી કરી છે.

પ્રધાનમંત્રીના ખાનગી સચિવ માર્ટિન રેનૉલ્ડસની તરફથી કેટલાંય લોકોને ઇ-મેલ મોકલ્યો હતો. આયોજનની તારીખ ૨૦ મે, ૨૦૨૦ છાપેલી છે. તે દિવસે જ સરકારે ટીવી પર એક પત્રકાર સંમેલનમાં લોકોને યાદ અપાવ્યું હતું કે તેઓ પોતાના ઘરની બહાર માત્ર એક વ્યક્તિને મળી શકે છે. લંડન શહેરની પોલીસે એ દિવસે જ નિયમોને પ્રકાશિત કર્યા હતા. માર્ચ ૨૦૨૦માં શરૂ થયેલ બ્રિટનના પહેલાં લોકડાઉનમાં કાર્યસ્થળ અને અંતિમ સંસ્કાર સહિત કેટલાંય સ્થળને બાદ કરતાં ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

મહારાષ્ટ્ર સદન કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળનું ટેન્શન ફરી વધ્યુ, આ મહિલાએ દોડ મૂકી હાઈ કોર્ટમાં. જાણો વિગત

જ્હોન્સનની કંઝર્વેટિવ સરકાર પર સતત એ નિયમોને ના ગણકારવાનો આરોપ લાગતો રહ્યો છે, જે તેણે બીજા પર લાગૂ કર્યા છે. તાજા દાવાઓની તપાસ વરિષ્ઠ લોક સેવક સુએ ગ્રે દ્વારા કરવામાં આવશે જેમને સરકારે અગાઉ લાગેલા આ આરોપોની તપાસ માટે નિમણૂક કર્યા હતા. અગાઉ જ્હોન્સનની ઓફિસના કાર્યાલયના કર્મચારીઓએ ૨૦૨૦માં લોકડાઉન તોડીને ક્રિસમસ પાર્ટીઓ યોજીને કોરોના વાયરસના નિયમો તોડ્યા હતા. 

જ્હોન્સને કહ્યું કે તેમને વ્યક્તિગત રીતે કોઇ નિયમ તોડ્યો નથી. પરંતુ અન્ય મીડિયા સંસ્થાઓએ મંગળવારના રોજ સમાચાર રજૂ કર્યા કે પ્રધાનમંત્રી અને તેમના પત્ની કેરી જાેન્સને મે ૨૦૨૦ની ગાર્ડન પાર્ટીમાં ભાગ લીધો હતો. સ્વાસ્થય મંત્રી એડવર્ડ અર્ગરે કહ્યું કે તેઓ સમજી શકે છે કે લોકો કેમ નારાજ થશે, પરંતુ તેઓ ગ્રેની તપાસના પરિણામોને લઇ પહેલાં જ કોઇ આકરણી કરશે નહીં. તો લેબર પાર્ટી સાંસદ એડ મિલીબેન્ડે કહ્યું કે આરોપ ગંભીર છે અને જ્હોન્સને સ્પષ્ટતા કરવી જાેઇએ કે તેઓ પાર્ટીમાં સામેલ થયા કે નહીં.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version