Site icon

India – Trinidad – Tobago : કેબિનેટે ડિજિટલ સોલ્યુશન્સ માટે ભારત – ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે સમજૂતીને મંજૂરી આપી

India - Trinidad - Tobago : મંત્રીમંડળે ભારત અને ત્રિનિદાદ તથા ટોબેગો વચ્ચે ડિજિટલ પરિવર્તન માટે વસતિનાં ધોરણે અમલમાં મૂકાયેલા સફળ ડિજિટલ સોલ્યુશન્સ વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી

cabinet approves mou between india - trinidad and tobago for digital solutions

cabinet approves mou between india - trinidad and tobago for digital solutions

News Continuous Bureau | Mumbai 

India – Trinidad – Tobago : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની(Pm Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે(Cabinet Ministers) 11 ઓગસ્ટ, 2023ના રોજ તારીખે હસ્તાક્ષર થયેલા સમજૂતીકરાર (MoU)ને આજે પોતાની મંજૂરી આપી દીધી છે. પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ત્રિનિદાદ(Trinidad) અને ટોબેગો(Tobago) પ્રજાસત્તાકનાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વસતિનાં ધોરણે અમલમાં મૂકવામાં આવેલા સફળ ડિજિટલ સોલ્યુશન્સ વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર વાત કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

વિગતો:

આ સમજૂતીકરારનો આશય બંને દેશોની ડિજિટલ પરિવર્તનકારી પહેલોનાં અમલીકરણમાં ગાઢ સહકાર અને અનુભવો અને ડિજિટલ ટેકનોલોજી-આધારિત સમાધાનો (એટલે કે, આઇએનડીઆઈએસ સ્ટેક)ને પ્રોત્સાહન આપવાનો છે.

આ એમઓયુ બંને પક્ષોનાં હસ્તાક્ષરની તારીખથી અમલમાં આવશે અને 3 વર્ષ માટે અમલમાં રહેશે.

અસર:

ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ના ક્ષેત્રમાં જી2જી અને બી2બી બંનેમાં દ્વિપક્ષીય સહકાર વધારવામાં આવશે.

એમઓયુમાં સહયોગમાં સુધારો કરવાની કલ્પના કરવામાં આવી છે, જે આઇટી ક્ષેત્રમાં રોજગારીની તકો તરફ દોરી જશે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Police Recruitment: હવે મહારાષ્ટ્રની પોલીસ પણ કોન્ટ્રેક્ટ પર. ટીકાઓનો થયો વરસાદ… જાણો શું છે આ સંપુર્ણ મામલો..

પાશ્વભાગ:

એમઇઆઇટીવાય આઇસીટી ડોમેનમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા માટે સંખ્યાબંધ દેશો અને બહુપક્ષીય એજન્સીઓ સાથે સહયોગ કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન એમઇઆઇટીવાયએ આઇસીટી ક્ષેત્રમાં માહિતીનાં આદાન-પ્રદાન અને સહકારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશોની તેની સમકક્ષ સંસ્થાઓ/એજન્સીઓ સાથે એમઓયુ/એમઓસી/સમજૂતીઓ કરી છે. આ બાબત ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા વગેરે જેવી વિવિધ પહેલો સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ દેશને ડિજિટલ સ્વરૂપે સશક્ત સમાજ અને નોલેજ ઇકોનોમીમાં પરિવર્તિત કરવાનો છે. આ બદલાતા દાખલામાં, પારસ્પરિક સહકારને વધારવાના ઉદ્દેશ સાથે વેપારની તકો ચકાસવા, શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી અને ડિજિટલ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવાની તાતી જરૂર છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ) ના અમલીકરણમાં તેના નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે અને કોવિડ રોગચાળા દરમિયાન પણ લોકોને સેવાઓની ડિલિવરી સફળતાપૂર્વક પ્રદાન કરી છે. આના પરિણામે, ઘણા દેશોએ ભારતના અનુભવોમાંથી શીખવામાં અને ભારત સાથે એમઓયુ કરવામાં રસ દાખવ્યો છે.

સ્ટેક સોલ્યુશન્સ એ એક ડીપીઆઈ છે જે ભારત દ્વારા જાહેર સેવાઓની એક્સેસ અને ડિલિવરી પ્રદાન કરવા માટે વસ્તીના ધોરણે વિકસિત અને અમલમાં મૂકવામાં આવે છે. તેનો ઉદ્દેશ કનેક્ટિવિટી વધારવાનો, ડિજિટલ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો અને જાહેર સેવાઓની સતત સુલભતાને સક્ષમ બનાવવાનો છે. આ ખુલ્લી ટેકનોલોજી પર નિર્મિત છે, આંતરસંચાલકીય છે અને ઉદ્યોગ અને સમુદાયની ભાગીદારીને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે નવીન અને સર્વસમાવેશક સમાધાનોને પ્રોત્સાહન આપે છે. જો કે, દરેક દેશ ડીપીઆઈના નિર્માણમાં અનન્ય જરૂરિયાતો અને પડકારો ધરાવે છે, જોકે મૂળભૂત કાર્યક્ષમતા સમાન છે, જે વૈશ્વિક સહકારને મંજૂરી આપે છે.

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Exit mobile version