ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોરોનાના વધતા જતા કેસોને પગલે કેનેડાની સરકારે ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે.
અગાઉ આ પ્રતિબંધ 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે આવતા મહિને 21 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.
કોરોના મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટના વધતા સંક્ર્મણને લઈને આ પાંચમી વખત પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેનેડામાં 22 એપ્રિલના રોજ પ્રથમ વખત પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. 19 જુલાઈના રોજ કેનેડાની સરકારે 21 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવ્યો હતો અને કહ્યું હતું કે પ્રતિબંધ જાહેર આરોગ્ય સલાહ પર લંબાવવામાં આવ્યો છે.