Site icon News Continuous Bureau | Mumbai

સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કૅનેડા સુધી સુનામીની એલર્ટ, આટલા હજાર લોકો કરાયા શિફ્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સ્પેનના લા પાલ્મા ટાપુ પર આશરે 50 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો છે. ઝડપથી વહેતા લાવાએ આસપાસના વિસ્તારોમાં ઘણાં મકાનોને નષ્ટ કર્યાં છે. જ્વાળામુખી ફાટ્યા બાદ ખતરાને જોતાં 10 હજારથી વધારે પરિવારોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ ઘણા પ્રાણીઓને પણ બચાવવામાં આવ્યાં છે. આ અગાઉ કુંબરે વિએજ પર્વત શૃંખલામાં આ જ્વાળામુખી 1971માં ફાટ્યો હતો.

એટલાન્ટિક મહાસાગરમાં સ્પેનિશ ટાપુ લા પાલ્મામાં જ્વાળામુખી ફાટવાથી તૂટક તૂટક ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેને પગલે અમેરિકાથી કૅનેડા સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

લા પાલ્માના અધ્યક્ષ મારિયાનો હર્નાનાન્દેહે જણાવ્યું હતું કે, જ્વાળામુખી ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાવાના પ્રવાહથી દરિયાકિનારે વસ્તીવાળા વિસ્તારોની ચિંતા વધી છે.

સ્પેનની નૅશનલ જીઓલૉજી ઇન્સ્ટિટ્યૂટના વડા ઇટાહિજા ડોમિંગ્યુઝે જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયા કેટલો સમય ચાલશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લી વખત એ ત્રણ અઠવાડિયાં સુધી હતી.

 

ઉલ્લેખનીય છે કે લા પાલ્માનો સપાટી વિસ્તાર 700 કિમીથી વધુ છે અને અહીં આશરે 85,000 લોકોની વસ્તી છે. રેકૉર્ડ શરૂ થયો ત્યારથી આ પ્રદેશમાં સાત વખત જ્વાળામુખી ફાટ્યો છે.

India Slams Pakistan At UN પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર લાગ્યો જોરદાર તમાચો! આતંકવાદ મુદ્દે ભારતનો એવો પ્રહાર કે પાક. ડેલિગેશન મોં છુપાવવા મજબૂર બન્યું
Piyush Goyal Rejects Western Climate Blame પ્રદૂષણ તમે ફેલાવ્યું ને બિલ અમારે ભરવાનું? વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોને પિયૂષ ગોયલે આપ્યો રોકડિયા જવાબ; ગ્લોબલ મંચ પર સોપો પડી ગયો
Zelensky Trump Oslo Meeting Controversy યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ટ્રમ્પ કેમ્પનું અલ્ટીમેટમ; રશિયાયુક્રેન યુદ્ધવિરામ પર અમેરિકી રણનીતિનો વિરોધ ન કરવા તાકીદ
Donald Trump Pulitzer Prize Claim મારા જેવા પુસ્તકો કોઈ લખી જ ન શકે! ટ્રમ્પે માંગી લીધો પુલિત્ઝર એવોર્ડ ઇન્ટરનેટ પર મીમ્સનું પૂર, લોકોએ ઉડાવી ભારે મજાક!
Exit mobile version