વિશ્વના દેવા હેઠળ દબાયેલ કંગાળ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર હવે દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્નાની નિશાનીઓ ગીરવે રાખવાનો વારો આવ્યો છે.
પાકિસ્તાનની ઇમરાન સરકારે 50 હજાર કરોડ માટે મોહમ્મદ અલી જીન્નાના બહેનના નામથી મશહુર પાર્કની નીલામી કરવાનો વિચાર કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે પાર્કને ગીરવે રાખવાનો પ્રસ્તાવ મંગળવારના રોજ થનારી કેબિનેટ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવશે.
મદાર-એ-મિલ્લત ફાતિમા જીન્ના પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્નાની બહેન છે. અને પાર્ક 759 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ એક સાર્વજનિક મનોરંજન પાર્ક છે.