Site icon

હવે આ જ બાકી હતું…! પાકિસ્તાનના નાણામંત્રીએ દેશની હાલત માટે ગણાવ્યા અલ્લાહને જવાબદાર!

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને માત્ર અલ્લાહ જ બચાવી શકે છે. આમ કહેવું છે પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારનું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની પ્રગતિ માટે અલ્લાહ જવાબદાર છે

Cash-strapped Pakistans prosperity, economy Allah ke zimme-Pak FM

હવે આ જ બાકી હતું...! પાકિસ્તાનના નાણામંત્રીએ દેશની હાલત માટે ગણાવ્યા અલ્લાહને જવાબદાર!

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને માત્ર અલ્લાહ જ બચાવી શકે છે. આમ કહેવું છે પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારનું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની પ્રગતિ માટે અલ્લાહ જવાબદાર છે. તેઓ જ પાકિસ્તાનને સમૃદ્ધ બનાવી શકે છે. ઈશાક ડારે કહ્યું કે માત્ર અલ્લાહ જ દેશની સમૃદ્ધિ અને વિકાસને ઠીક કરી શકે છે, કારણ કે તે તેના માટે જવાબદાર છે. નાણામંત્રીએ કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે પાકિસ્તાન પ્રગતિ કરશે અને અલ્લાહ એક દિવસ દેશને અમીર બનાવશે. અલ્લાહ જ દેશને પ્રગતિના પંથે લઈ જશે.

Join Our WhatsApp Community

નાણામંત્રીના આ નિવેદનને પાકિસ્તાનમાં અલગ અલગ રીતે લેવામાં આવી રહ્યું છે. જ્યાં વિપક્ષ પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યો છે અને તેને નિષ્ફળ ગણાવી રહ્યો છે, ત્યારે જનતા પણ વર્તમાન સરકારથી નાખુશ છે અને તેને દુર્દશા માટે જવાબદાર ગણાવી રહી છે. જણાવી દઈએ કે આ સમયે પાકિસ્તાન લગભગ નાદાર થઈ ગયું છે. લોકો માટે બે રોટલીના પણ ફાંફાં પડી ગયા છે. લોટ, દાળ અને ચોખા ખાવા માટે પણ નસીબ નથી. પાકિસ્તાની લોકો લોટ માટે એકબીજા સાથે લડી રહ્યા છે. સબસિડીનો લોટ એકબીજાના હાથમાંથી છીનવીને ખાવો પડે છે. લોટ છીનવી લેતા અનેક વીડિયો પણ વાયરલ થયા છે. તેનાથી પાકિસ્તાનની દુર્દશા સમજી શકાય છે.

આ સમાચાર પણ વાંચો:   યોગ ટીપ્સ: જો તમને અભ્યાસ કે કામ કરવાનું મન ન થતું હોય તો આ યોગાસનો નિયમિતપણે કરો

વીજળી પણ આપી રહી છે ઝટકો

ગરીબી અને ભૂખમરાથી પીડિત પાકિસ્તાનને વીજળી પણ ઝટકો આપી રહી છે. મોંઘી વીજળી અને ભારે માંગને કારણે પાકિસ્તાન તેની સપ્લાય કરવામાં સક્ષમ નથી. જેના કારણે પાવર ગ્રીડ ઘણી વખત ફેલ થઈ ગઈ છે. બલુચિસ્તાન, સિંધ પ્રાંત તેમજ લાહોર અને કરાચીમાં બ્લેકઆઉટ થયો છે. હજુ પણ પાકિસ્તાનમાં દરેક જગ્યાએ વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. વીજળીની કટોકટીથી લોકોનું રોજીંદું જીવન ખોરવાઈ ગયું છે. તેમને પીવાનું પાણી પણ મળતું નથી. ધંધો પણ સંપૂર્ણ ઠપ થઈ ગયો છે.

નાણામંત્રીએ નામ લીધા વિના દુર્દશા માટે ઇમરાનને ગણાવ્યા જવાબદાર

પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે નામ લીધા વિના વર્તમાન પરિસ્થિતિ માટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે 5 વર્ષ પહેલા શરૂ થયેલું નાટક હાલની દુર્દશા માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે નવાઝ શરીફના 2013થી 2017ના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં હતી. પણ પછી નાટક શરૂ થઈ ગયું. તેમણે કહ્યું કે હવે વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકાર તેને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. જોકે પાકિસ્તાનને કોઈ લોન આપવા તૈયાર નથી. આનાથી તેનો રસ્તો વધુ મુશ્કેલ બની રહ્યો છે. 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Donald Trump: સૌને આંચકો… જે નહોતું થવું તે જ થયું, જાણો કોર્ટે ટ્રમ્પને એવી તે શું મંજૂરી આપી કે હવે ભારતીયો માટે વધશે મુશ્કેલી
India-China Relations: અમેરિકાના ટેરિફ વચ્ચે ચીની રાજદૂતે ભારત માટે ખોલી દીધું દિલ! આ રીતે કરશે પડકારોનો સામનો
Nepal: નેપાળ સરકાર સંકટમાં, આટલા મંત્રીઓનું રાજીનામું, કાયદા મંત્રીના ઘરને લગાડાઈ આગ
Exit mobile version