Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! ચ્યુઈંગમ કોરોનાથી બચાવશે એવો વિચિત્ર દાવો કર્યો છે આ યુનિર્વસીટીએ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.

પૂરી દુનિયાને કોરોનાથી ત્રસ્ત થઈ ગઈ છે. કોરોનાથી બચવા વેક્સિનેશન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે ત્યારે કોરોનાથી બચવા માટે કોરોનાની વેક્સિનની સાથે જ ખાસ પ્રકારની ચ્યુઈંગમ પ્રભાવી સાબિત થશે એવો દાવો પેનિસિલ્વ્હાનિયા યુનિર્વસિટીના નિષ્ણાતોએ કર્યો છે.
આ નિષ્ણાતોના દાવા મુજબ ચ્યુઈંગમ ખાતા હોય ત્યારે 95 ટકા કોરોનાના વિષાણુ મોઢોમાં જ ટ્રેપ થઈ જાય છે. તેથી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઘટી જશે.

Join Our WhatsApp Channel

કોરોનાના વિષાણુ લાળ દ્વારા મોટા પ્રમાણમાં ફેલાતા હોવાથી તેનો ચેપ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ સંશોધન માટે વાપરેલું ચ્યુઈંગમ ખાતા સમયે તે મોઢામાં જાળીની માફક કામ કરશે. તેથી કોરોનાગ્રસ્ત વ્યક્તિ બોલતા સમયે અથવા છીંકતા સમયે તેના મોઢામાંથી બહાર પડનારા વિષાણુઓને રોકવાનું કામ આ ચ્યુઈંગમ કરશે, એવો દાવા પણ આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યા છે.

 

અવળચંડા પાકીસ્તાને રંગ દેખાડ્યો. કરતારપુર સાહિબમાં મોડેલનું ફોટોશૂટ થયું. ભારતે ઉઠાવ્યું આ પગલું. જાણો વિગત…

આ ચ્યુંઈગમમાં એસઈ-2 પ્રોટીન હોય છે, જે પેશીના પૃષ્ઠભાગ સુધી જાય છે. કોરોના વિષાણુ પેશીમાં  જશે તો પણ તેના ઘટકો ચ્યુંઈગમના એસઈ-2 પ્રોટીનમાં ભળી જળે.  ત્યારે તેનો વાઈરલ લોડ 95 ટકા સુધી ઓછો થશે એવો પણ આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. આ ચ્યુઈંગમનો ટેસ્ટ લોકો ખાય છે તેવી ચ્યુઈંગમ જેવો જ હશે. હજી સુધી જોકે તે બજારમાં ખાવા માટે ઉપલબ્ધ થઈ નથી.

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version