Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન ના રાજદ્વારીઓની કફોડી હાલત. બાળકો ફી ન ભરી શકતાં તેમને સ્કૂલોમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. જાણો વિગતે

શાળા પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું આધાર કાર્ડ ફરજિયાત, મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

પાકિસ્તાનનું અર્થતંત્ર ખંડેર બની ગયું છે. સતત વધતી મોંઘવારીને લીધે, આમ જનતા અત્યંત ભીંસ અનુભવી રહી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પરિસ્થિતિ સુધરી રહી હોવાની વાતો કરી રહ્યા છે. પરંતુ, વાસ્તવિકતા જુદી જ છે. સર્બિયા સ્થિત પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીઓએ ટિવટ કરી વડાપ્રધાનને જણાવ્યું હતું કે, 'મોંઘવારીએ પાછળનાં તમામ વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આપ (ઇમરાન ખાન) ક્યાં સુધી તેવી આશા રાખી શકો કે, અમે સરકારી અધિકારીઓ, ચૂપ રહેશું ? અમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર જ નથી મળ્યો. પગાર વીના અમે ક્યાં સુધી આપના માટે કામ કરતા રહી શકીએ ? અમારા બાળકો સ્કૂલની ફી પણ ભરી શકતા નથી. તેથી તેમને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. શું આ આપનું નવું-પાકિસ્તાન છે ?' ડૉકટર અસર્લન ખાવીદ ઇમરાન ખાનના ડીજીટલ મીડીયા સંબંધી મુખ્ય વ્યકિત છે. તેમણે આ અંગે એવો બચાવ કર્યો હતો કે, વિદેશ મંત્રાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે સર્બિયા સ્થિત અમારા દૂતાવાસનો એકાઉન્ટ હેક કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય તે અંગે તપાસ કરી રહ્યું છે. જાે કે હમણાં જ પાકિસ્તાન સરકારે સઉદી-ફંડ-ફોર ડેવલપમેન્ટ પાસેથી ૩ અબજ ડોલર કર્જ તરીકે લીધા છે. પાકિસ્તાનના મીડીયા રીપોર્ટ પ્રમાણે આ દેવું ખૂબ ઉંચા વ્યાજ દરે કરવામાં આવ્યું છે. પાકિસ્તાને ચીન પાસેથી તો કેટલાયે અબજ ડોલર કર્જ પેટે લીધા છે. તે ચીનના ગજબના બોજા નીચે છે. આ સંયોગોમાં ભારત સહિત દુનિયાભરના દેશોએ પાકિસ્તાનની ટિ્‌વટ ઉપર 'કીલ્લી' ઉડાડે છે. સાથે ઇમરાનખાનની પણ મશ્કરી કરે છે. સહજ છે કે રાજકીય નિરીક્ષકો તેને પાકિસ્તાનની અને ઇમરાન ખાનની બેઇજ્જતી તરીકે જ દર્શાવે.

મુંબઈ, ગુજરાત અને કર્ણાટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…
 

Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
Exit mobile version