Site icon

G-20 પહેલા નરમ પડ્યું ચીન, ભારત સાથે સંબંધો સુધારવા પર આપ્યું આ મહત્ત્વનું નિવેદન

G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. તેઓ અહીં G20 સમિટમાં ભારત સાથે સંબંધો સુધારવા પર ચર્ચા કરી શકે છે

China announces Foreign Minister’s visit to India for G20 meet

G-20 પહેલા નરમ પડ્યું ચીન, ભારત સાથે સંબંધો સુધારવા પર આપ્યું આ મહત્ત્વનું નિવેદન

News Continuous Bureau | Mumbai

G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. તેઓ અહીં G20 સમિટ માં ભારત સાથે સંબંધો સુધારવા પર ચર્ચા કરી શકે છે. વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન તેઓ તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકરને મળે તેવી શક્યતા છે. ચીન ગેંગે ગયા વર્ષે જ વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ અહીં પહેલીવાર જયશંકરને મળશે.

Join Our WhatsApp Community

અગાઉ, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ચીનના વિદેશ મંત્રી ચીન ગેંગની સંભવિત બેઠક પહેલાં, બીજિંગે કહ્યું કે તે ભારત સાથેના તેના સંબંધોને મહત્ત્વ આપે છે. બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો બંને દેશો અને તેમની જનતાના હિતમાં છે.

ચીનના વિદેશ મંત્રી ભારતીય સમકક્ષ જયશંકરને મળી શકે છે

G-20 મીટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી રહેલા ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન જયશંકરને મળે તેવી શક્યતા છે. ચિન ગેંગની ભારત મુલાકાતને સંબંધોમાં સુધારાત્મક પગલું ગણાવતા હોંગકોંગના અખબારે કહ્યું કે ગયા વર્ષે ચીનના વિદેશ મંત્રીનું પદ સંભાળ્યા બાદ ચિનની આ પ્રથમ ભારત મુલાકાત છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન ભારતને મહત્ત્વ આપે છે

પૂર્વી લદ્દાખના વિવાદને ઉકેલવા માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના 17મા રાઉન્ડને ધ્યાનમાં રાખીને બંને દેશોના વિદેશ મંત્રીઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની છે. જયશંકર સાથે ચિનની મુલાકાત વિશે પૂછવામાં આવતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીન ભારત સાથે તેના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે.

આ સમાચાર પણ વાંચો  :  રાજકોટ-ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રૂપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ, જાણો કેમ

ભારત-ચીન બંને જૂની સંસ્કૃતિઓ, ઉભરતી અર્થવ્યવસ્થાઓ: માઓ નિંગ

તેમણે કહ્યું કે ચીન અને ભારત બંને પ્રાચીન સંસ્કૃતિ છે. બંને દેશોની વસ્તી એક અબજથી વધુ છે. આપણે પાડોશી છીએ અને બંને વિશ્વમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ છીએ. ચીન-ભારત ગાઢ સંબંધો બંને દેશો અને તેમના લોકોના હિત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓએ જયશંકર સાથે ગેંગની મુલાકાતની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમણે કહ્યું કે ગેંગની ભારત મુલાકાત અંગેની માહિતી જાહેર કરવામાં આવશે.

2020 પછી બંને દેશો વચ્ચે સૈન્ય વાટાઘાટોના 17 રાઉન્ડ થયા છે

હકીકતમાં, મે 2020 માં, પૂર્વી લદ્દાખની ગતિવિધિને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ મડાગાંઠને ઉકેલવા માટે, બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના 17 રાઉન્ડ યોજાયા છે. ભારત હંમેશા ચીનને એક જ સંદેશ આપતું રહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં ચીનની ઘૂસણખોરીના પ્રયાસો બંધ નહીં થાય ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે. આ માટે ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version