Site icon

કોરોના સંકટ અને અન્ય દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચીને બદલ્યા વિદેશ મંત્રી.. હવે વાંગ યીનું સ્થાન લેશે આ વ્યક્તિ..

કોરોના સંકટ અને અન્ય દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચીને પોતાના વિદેશ મંત્રીને બદલ્યા છે. વર્તમાન વિદેશ મંત્રી વાંગ યીના સ્થાને હવે ચિન ગેંગને નવા વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

China appoints its US envoy Qin Gang as new foreign minister

કોરોના સંકટ અને અન્ય દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચીને બદલ્યા વિદેશ મંત્રી.. હવે વાંગ યીનું સ્થાન લેશે આ વ્યક્તિ..

News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ અને અન્ય દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચીને ( China  ) પોતાના વિદેશ મંત્રીને ( foreign minister ) બદલ્યા છે. વર્તમાન વિદેશ મંત્રી વાંગ યીના સ્થાને હવે ચિન ગેંગને ( Qin Gang ) નવા વિદેશ મંત્રી ( US envoy  ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાંગને નવો હવાલો સોંપવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

Join Our WhatsApp Community

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પૂર્વ વિદેશ મંત્રી વાંગને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)ના પોલિટિકલ બ્યુરોમાં બઢતી આપવામાં આવી છે, જેનાથી તેઓ દેશના ટોચના રાજદ્વારી બન્યા છે. ચીન ગેંગને અભિનંદન આપતા મંત્રાલયે કહ્યું કે ચીનની કૂટનીતિમાં એક ગૌરવપૂર્ણ અધ્યાય રાહ જોઈ રહ્યો છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આવતા વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિવાય તમામ ટોચના અધિકારીઓ અને મંત્રીઓની બદલી કરવામાં આવનાર છે.

નવા વિદેશ પ્રધાન, ચિન ગેંગ, અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા હતા, અને બાદમાં તેમને નાયબ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા દસ વર્ષથી રાષ્ટ્રપતિ શી જિનપિંગની નજીક છે અને તેમના તમામ વિદેશ પ્રવાસોમાં તેમની સાથે રહ્યા છે. કિનને સીપીસીની પ્રભાવશાળી કેન્દ્રીય સમિતિમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. તે વાંગ સાથે મળીને આગામી પાંચ વર્ષમાં ચીનની મુત્સદ્દીગીરીને આકાર આપવામાં મદદ કરશે.

આ સમાચાર પણ વાંચો:   નવું વર્ષ નવા નિયમ.. 1લી જાન્યુઆરીથી આ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર!

ચિન ગેંગ ભારત-ચીન બોર્ડર મિકેનિઝમ માટે ખાસ પ્રતિનિધિ તરીકે વાંગને બદલે તેવી શક્યતા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાલમાં ભારતના વિશેષ પ્રતિનિધિ છે.

અમેરિકામાં ચીનના રાજદૂત ચિન છે

નવનિયુક્ત વિદેશ મંત્રી ચિન ગેંગને અમેરિકામાં ચીનના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે ચિન ક્યારે આ પદ સંભાળશે તે હજુ નક્કી નથી. તેઓ રાજદ્વારી બાબતોમાં નિષ્ણાત માનવામાં આવે છે.

F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Zohran Mamdani: રાજકારણમાં ભૂકંપ! શું ટ્રમ્પ અને ઝોહરાન મમદાનીનું થશે મિલન? મેયર-ઇલેક્ટે મૂકી એક એવી શરત કે ચર્ચા થઈ તેજ!
Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
Exit mobile version