Site icon News Continuous Bureau | Mumbai

China Bans Indians From Kailash Mansarovar Yatra ડ્રેગનની નવી ચાલ; કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયો પર પ્રતિબંધ, આસ્થાના કેન્દ્રને બનાવ્યું નિશાન

China Bans Indians From Kailash Mansarovar Yatra ડ્રેગનની અવળચંડાઈ સામાન્ય ભારતીય નાગરિકો માટે દરવાજા બંધ, માત્ર NRI ને જ મળશે પ્રવેશ

China Bans Indians From Kailash Mansarovar Yatra  ડ્રેગનની નવી ચાલ; કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયો પર પ્રતિબંધ, આસ્થાના કેન્દ્રને બનાવ્યું નિશાન

China Bans Indians From Kailash Mansarovar Yatra ડ્રેગનની નવી ચાલ; કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયો પર પ્રતિબંધ, આસ્થાના કેન્દ્રને બનાવ્યું નિશાન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીનના ઈરાદા ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગયા છે. તમામ ધાર્મિક અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ ચીન સરકારે અચાનક ભારતીય શ્રદ્ધાળુઓ માટે કૈલાશ માનસરોવર યાત્રાની પરમીટ પર પાબંધી લગાવી દીધી છે. આ નિર્ણયને કારણે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા પર મોટો ઘા થયો છે.

China Bans Indians From Kailash Mansarovar Yatra – સરહદ પર ફસાયા શ્રદ્ધાળુઓ, વિઝામાં જાણીજોઈને વિલંબ

હાલની સ્થિતિ એવી છે કે, અનેક શ્રદ્ધાળુઓ તિબેટ-ચીન બોર્ડર પર અટવાઈ ગયા છે. ચીની તંત્ર દ્વારા વિઝા અને પરમીટ આપવામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ચીન પાસે હજુ પણ 3,000થી વધુ ભારતીયોની અરજીઓ પેન્ડિંગ પડી છે. સરહદ પર જમા થયેલા યાત્રાળુઓને હવે એન્ટ્રી ન મળતા નિરાશ થઈને પરત ફરવાની ફરજ પડી રહી છે.

China Bans Indians From Kailash Mansarovar Yatra – માત્ર NRI ને જ પરવાનગી, સામાન્ય ભારતીયો માટે દરવાજા બંધ

ચીન સરકારે એક નવો અને ભેદભાવપૂર્ણ નિયમ લાગુ કર્યો છે, જેમાં માત્ર એનઆરઆઈ (બિન-નિવાસી ભારતીય) પાસપોર્ટ ધારકોને જ કૈલાશ માનસરોવરની યાત્રા માટે મંજૂરી આપવામાં આવશે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારાની અપેક્ષા વચ્ચે, ચીનના આ પગલાંએ ભારત સરકારને પણ મુશ્કેલીમાં મૂકી દીધી છે.

China Bans Indians From Kailash Mansarovar Yatra – પ્રતિક્રિયા અને સરકારનું મૌન

આ સમગ્ર મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને દેશભરના અનેક ટુર ઓપરેટરોએ આ મામલે કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરી છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર યાત્રાને લઈને ચીનનું આ વલણ બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધો પર ફરી સવાલ ઉભા કરી રહ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ જેણે શહેરને આપ્યો ક્યારેય ન ભુલાય તેવો ઘા..

Apple iPhone Duo Price પાકિસ્તાનમાં Foldable iPhone ની કિંમતમાં ભારતમાં એક રૂમ બંધાઈ જશે, iPhone Duo ની કિંમત ચર્ચામાં
Vijay Mallya Statement ‘કોકરોચ બની જાઉં, કદાચ જિંદગી વધુ સારી હોય’ વિજય માલ્યાનું વિવાદાસ્પદ નિવેદન અને ઇડીની રિકવરી પર દાવો
SaudiYemen Conflict સાઉદી ના હુમલા બાદ શું હવે પાકિસ્તાન પણ વરસાવશે બોમ્બ? મક્કા પેક્ટ અંતર્ગત હૂતિ સામે સૈન્ય કાર્યવાહીની શક્યતા
Volodymyr Zelenskyy યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું અજાણ્યું ડ્રોન
Exit mobile version