Site icon

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખુરશી ખતરામાં, કોરોનાની વાત દુનિયાથી ‘છુપાવવાની’ સજા જરૂર મળશે- બ્રિટિશ અખબારનો દાવો…

G20 Summit : China confirms Xi Jinping will skip G-20 meet, Premier Li Qiang to attend

G20 Summit : China confirms Xi Jinping will skip G-20 meet, Premier Li Qiang to attend

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 સપ્ટેમ્બર 2020

વિશ્વભમાં કોરોના દ્વારા લોકોને 'મૃત્યુ' ના મુખમાં પહોંચાડનાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પદ પરથી જવાના દિવસો હવે ગણાઈ રહયાં છે. જિનપિંગની ખુરશી ખતરામાં છે એ વાત નક્કી. એવો ઘટસ્ફોટ બ્રિટિશ અખબારએ કર્યો છે. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી પર ખૂબ દબાણ છે કારણ કે તેઓ કોરોનાને ફેલાતો રોકાવામાં સંપૂર્ણ નિષ્ફળ રહયાં છે. જેણે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.

બ્રિટિશ અખબારએ  લખ્યું છે કે, સીપીસી (ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી) એ આ નિર્ણય લેવો પડી શકે છે, કારણ કે વુહાન વાયરસ એટલે કે કોરોનાને કારણે આજે આખી દુનિયા જોખમમાં છે અને તેના કારણે આખી દુનિયાએ ચીન તરફ કરડી નજર કરી છે. એટલું જ નહીં, પશ્ચિમી દેશો સાથેના તનાવ બાદ તેમની ખુરશી છોડવાની ઘડી ગણાઈ રહી છે.

બ્રિટિશ અખવાર અનુસાર, ડિસેમ્બર 2019 માં કોરોના વિશેની પ્રથમ માહિતી બહાર આવી હતી. પરંતુ, નવેમ્બરમાં જ ચીનને ખબર પડી ગઈ હતી કે આ ખૂબ ગંભીર બાબત છે. તેમ છતાં, તેણે વિશ્વને વુહાન વાયરસ વિશે છેક જાન્યુઆરી 2022 સુધી જણાવ્યું ન હતું અને આમ કોરોનાને કારણે આખી દુનિયાનું અર્થતંત્રને બગાડ્યું છે. 

કોરોના વાયરસના ઉત્પન્ન અને પ્રસારમાં ચીનની ભૂમિકા અંગે તપાસ શરૂ થઈ છે. વુહાન વાયરસના ફેલાવામાં ચીનની ભૂમિકાની તપાસ કરવા માટે 137 દેશોએ સાથે મળીને વિશ્વ આરોગ્ય સંગઠનને માંગ કરી હતી, ત્યારબાદ એક સ્વતંત્ર તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ તપાસ ટીમનું નેતૃત્વ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન હેલેન ક્લાર્ક અને ભૂતપૂર્વ લિબેરીયન રાષ્ટ્રપતિ એલેન જહોનસન સિર્લિફની અધ્યક્ષતામાં છે. આ તપાસ ટીમ આવનારા નવેમ્બરમાં તેનો વચગાળાનો અહેવાલ રજૂ કરશે.

આ અખબારના અહેવાલ પછી,  કહેવાય છે કે પ્રખ્યાત સંરક્ષણ નિષ્ણાત અને બ્રિટીશ આર્મી ઓફિસર નિકોલસ દ્વારા ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના શી જિનપિંગ સામે કાર્યવાહી કરવા માટે દબાણ કરવામાં આવશે. કારણ કે કોરોના રોગચાળો ફેલાવ્યાં ના આરોપસર, ચીનના ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા મોટા દેશો સહિત વિશ્વના ઘણા દેશો સાથેના સંબંધો પર પૂર્ણવિરામ આવી ગયું છે.

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version