ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
કોરોના મહામારી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા ની હાકલ કરી હતી .. જે અંતર્ગત ભારતમાં જ ઉત્પાદન અને સેવાઓ વધે એવા પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત સરકાર દ્વારા દેશ-વિદેશની કંપનીઓ માટે લાલજાજમ પાથરવામાં આવી હતી. સહુ કોઇ જાણે છે એમ ભારતમાં સૌથી વધુ આયાત ચીનમાંથી કરવામાં આવે છે. ચીન પરની આ જ નિર્ભરતા ઘટાડવા માટે ભારતીય તંત્ર દ્વારા વિવિધ છૂટછાટ આપવામાં આવી છે. ઉપરાંત સરકારે પ્રતિબંધ ચાઈનીઝ 234 એપ પર પ્રતિબંધ મૂકયો છે. પરિણામે ચીનના પેટમાં તેલ રેડાયું છે.
ભારતના આ પગલાથી ચીનની નિકાસ પર અને વળતર પર ખૂબ મોટી અસર થઈ છે. આવક ઘટી જવાને કારણે તેણે વિશ્વ વ્યાપાર સંગઠન માં ભારત ની ફરિયાદ કરી છે. ભારત જે રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યુ છે. તે જોતાં ગભરાયેલા ચીને ભારતીય બજાર ની વિશ્વસનીયતા અને પારદર્શકતા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. જ્યારથી ભારતે ભારતે ચીન ની 234 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી ચીનમાં વ્યાપાર માટે આવતાં મૂડીરોકાણ સાવ તળીયે ગયું છે. આ કારણે પણ ચીને ડબલ્યુ ટી ઓ માં કાગારોળ મચાવી છે..