Site icon

ચીનમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું- આ શહેરમાં લાગુ કરવું પડ્યું લોકડાઉન- 8 લાખ લોકો ઘરોમાં થયા કેદ

News Continuous Bureau | Mumbai

વૈશ્વિક મહામારી કોરોનાએ(Global epidemic Corona) ફરી એકવાર ચીનમાં(China) રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. વુહાનથી (Wuhan) ઉત્તર પશ્ચિમમાં અનેક શહેરોમાં કોરોનાના (Covid-19) કેસ ફરી એકવાર સામે આવ્યા પછી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

સ્થાનિક પ્રશાસને એક જિલ્લામાં આઠ લાખથી વધારે લોકોને 30 ઑક્ટોબર સુધી ઘરની અંદર રહેવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત ચીનનું ચોથું સૌથી મોટું શહેર ગ્વાંગઝોઉ(Guangzhou) અને તેની રાજધાની ગુઆંગ્ઙોંગમાં (capital, Guangdong) અનેક વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યા છે. આર્થિક ગતિવિધિઓને(economic activities) ધ્યાનમાં રાખીને પ્રતિબંધો વધુ કડક કર્યા. ગુઆંગઝૂમાં રસ્તાઓ અને ગલી-વેને સીલ કરી દેવામાં આવ્યા છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : આવું તે કેવું સોશિયલ ડિસ્ટન્સિંગ! આ દેશમાં કોરોના દર્દીને ઊંચકવા માટે બોલાવી ક્રેન- જુઓ વાયરલ વિડીયો

મહત્વનું છે કે ચીનમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે કોરોનાના 1,000થી વધારે નવા કેસ સામે આવ્યા છે. વુહાન એ જ શહેર છે જ્યાં કોરોના વાયરસનો(Corona virus) પહેલો કેસ નોંધાયો હતો. ચીને કોરોનાને ધ્યાનમાં રાખતા કડક ઝીરો કોવિડ પૉલિસી લાગુ પાડી છે. આ પૉલિસી હેઠળ જો કોઈ સ્થળે કોરોનાનો એક પણ કેસ સામે આવે છે તો આખા વિસ્તારને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવે છે. વુહાનમાં પહેલીવાર સંક્રમણની પુષ્ઠિ બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પૉલિસીને આખા દેશમાં લાગુ પાડી દીધી હતી. જો કે, ચીનની આ પૉલિસીની ટીકા પણ થતી રહી છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version