ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
ચીને પ્રથમ વખત પોતાના દેશની કરન્સી ને ડિજિટલ કરન્સી માં કન્વર્ટ કરી છે. આનો અર્થ એ થાય છે કે યુઆન હવે ડિજિટલ ફોર્મેટમાં અવેલેબલ રહેશે. વૈશ્વિક કરન્સી તરીકે હાલ ડોલર પ્રથમ ક્રમ પર છે. પરંતુ જે રીતે bitcoin નુ સામ્રાજ્ય વધતું જાય છે તેનાથી અનેક વિકસિત દેશોને ચિંતા હતી. હવે ચીને આ સંદર્ભે અમેરિકાની ચિંતા વધારી દીધી છે. blockchain ટેકનોલોજી થકી ચીને પોતાની ડિજિટલ કરન્સી રજૂ કરી દીધી છે. હવે cryptocurrency યુઆન કોઈ ચોરી નહીં શકે.
ઉલ્લેખનિય છે કે ભારત પણ પોતાની ડિજિટલ કરન્સી બનાવવાનો પ્રયોગ કરી રહી છે. જોવાનું એ રહે છે કે ભારત ક્યારે સફળ થાય છે.
