ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બ ર 2021
ગુરુવાર.
વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં જન્મ દરમાં થઈ રહેલા ઝડપી ઘટાડાને રોકવાનો છે. ચીનની રાષ્ટ્રીય સંસદ, નેશનલ પીપલ્સ કોંગ્રેસ (દ્ગઁઝ્ર) એ ઓગસ્ટમાં ઔપચારિક રીતે ત્રણ સંતાનની નીતિને મંજૂરી આપી હતી. દેશમાં વધી રહેલી વસ્તી વિષયક કટોકટીને ઉકેલવા માટે આ એક મોટું નીતિગત પગલું છે. એનપીસીએ એક વસ્તી અને કુટુંબ નિયોજન કાયદો પસાર કર્યો, જે ચીની દંપતીઓને ત્રણ બાળકોને જન્મ આપવાની મંજૂરી આપે છે. બાળકોના ઉછેરના ખર્ચને કારણે ચીની દંપતીઓ વધુ બાળકો પેદા કરવામાં રસ ન દાખવતા હોવાની સમસ્યાને દૂર કરવા માટે આ એક સંભવિત પગલું છે. ઑગસ્ટમાં વસ્તી અને કુટુંબ નિયોજન અધિનિયમ પસાર થયો ત્યારથી ચીનના ૨૦ થી વધુ પ્રાંતીય-સ્તરના પ્રદેશોએ તેમના સ્થાનિક બાળજન્મ નિયમોમાં સુધારો કર્યો છે. ચીનની સરકારી એજન્સીના સમાચાર અનુસાર, બેઇજિંગ, શિચુઆન સહિત અન્ય પ્રદેશોએ આ અંગે અનેક સહાયક પગલાંની જાહેરાત કરી છે. આમાં પેટર્નિટી લીવ, મેટરનિટી લીવ, અને લગ્ન માટે રજાનો સમયગાળો વધારવો વગેરેનો સમાવેશ થાય છે. વસ્તીગણતરીમાં ચીનની વસ્તીમાં વૃદ્ધિ દર ધીમો હોવાનું જાણ્યા બાદ ચીને ત્રણ બાળકોની મંજૂરી આપી હતી.ચીન હાલમાં વૃદ્ધ થઈ રહેલી વસ્તીનો સામનો કરી રહ્યું છે. યુવાનો લગ્ન અને સંતાનો પેદા કરવાથી કતરાય છે. એવામાં ચીનની સરકારે દંપતીઓને ત્રીજા બાળક માટે ગર્ભાવસ્થા અને પ્રસવ દરમિયાન ખર્ચમાં સબસિડી અને ટેક્સમાં છૂટ આપવા સહિત ઘણી સહાયની જાહેરાત કરી છે.
લો બોલો, આ દેશે દુશ્મનનો ખાતમો કરવા બનાવી દીધી લોખંડની દિવાલ; જાણો વિગતે
