Site icon

ચીનનો વિકાસ દર ૧૯૯૦ પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે- એવું તો શું થયું કે મહાકાય અર્થતંત્રની વિકાસની ગાડી અટકી પડી-જાણો અહીં  

News Continuous Bureau | Mumbai

ચીનનો વિકાસ દર(China's growth rate) ૧૯૯૦ પછી પહેલીવાર એશિયાનાં(Asia) અન્ય દેશોની સરખામણીમાં ધીમો રહેશે તેવી ધારણા વિશ્વ બેન્કે(World Bank) રજૂ કરી છે.

Join Our WhatsApp Community

ખાસ કરીને જિનપિંગની(Xi Jinping) ઝીરો કોવિડ નીતિ(Zero covid policy) તેમજ ચીનનાં પ્રોપર્ટી સેક્ટરમાં(property sector) ફરી વળેલી મંદીને કારણે ગ્રોથ રેટ (Growth rate) ધીમો રહેવાનો અંદાજ રજૂ કરાયો છે. વર્લ્ડ બેન્કે ચીનનો ગ્રોથ રેટ ઘટીને ૨.૮ ટકા રહેશે તેવો સુધારેલો અંદાજ રજૂ કર્યો છે. એપ્રિલમાં બેન્કે એવું અનુમાન રજૂ કર્યું હતું કે, ચીનનો ગ્રોથ રેટ ૪થી ૫ ટકા રહેશે પણ હવે આ અંદાજ ઘટાડાયો છે.

૨૦૨૧-૨૨માં વિશ્વની આ બીજા નંબરની મોટામાં મોટી ઇકોનોમીનો ગ્રોથ રેટ ૮.૧ ટકા હતો. ચીન સિવાય એશિયાનાં અન્ય દેશોનો ગ્રોથ રેટ ૨૦૨૨-૨૩માં ૫.૩ ટકા રહેવાની ધારણા છે. જેનો ગ્રોથ રેટ ગયા વર્ષે ૨.૬ ટકા હતો. ખાસ કરીને સ્વદેશી વપરાશમાં વધારો થવાથી એશિયાનો ગ્રોથ રેટ વધવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : પૂર્ણવિરામ મુકાયું- ચીનમાં તખ્તાપલટ સહિતની અફવાઓ વચ્ચે જિનપિંગ જાહેરમાં દેખાયા- જાણો ક્યાં ગાયબ હતા

ચીનની સરકારે (Government of China) પણ હ્લરૂ ૨૨માં તેનાં ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને ૫.૫ ટકા કર્યો છે. છેલ્લા ૬ મહિનામાં આઉટલૂકમાં મોટું ગાબડું પડયું છે. જિનપિંગ દ્વારા ઝીરો કોવિડ પૉલિસી અમલમાં મૂકતા ગ્રાહકો દ્વારા ચીજવસ્તુઓની માંગ અને ખરીદી ઘટી હતી. વસ્તુઓની પ્રાપ્તિમાં પણ ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રોપર્ટી સેક્ટર(Property Sector) પણ ડચકાં ખાઈ રહ્યું છે. ચીનની GDPમાં આ સેક્ટરનો હિસ્સો ૩૦ ટકા છે પણ સ્થિતિ ડામાડોળ હોવાથી ગ્રોથ પર તેની અસર થઈ છે. એવરગ્રાન્ડ જેવા મોટા પ્રોપર્ટી ડેવલપર્સ દેવું ચૂકવવામાં ડિફોલ્ટર થયા છે.

ભારત, ઇન્ડોનેશિયા, વિયેટનામ, ફિલિપાઇન્સ મજબૂત એશિયામાં ભારત, ઇન્ડોનેશિયા, વિયેટનામ તેમજ ફિલિપાઇન્સ જેવા દેશોની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે. આથી તેનાં ગ્રોથ રેટમાં વધારો જોવાઈ રહ્યો છે. આ દેશોમાં ગ્રાહકોની માંગ વધી રહી છે.

Trump Iran Gift:યુદ્ધ વચ્ચે શાંતિનો સંકેત? ઈરાનની ‘ગિફ્ટ’ જોઈને ડોનાલ્ડ ટ્રમ્પ થયા ખુશ; હોર્મુઝ સાથે જોડાયેલી આ વાત કેમ છે ‘અદભૂત’?
Trump Iran Peace Talks Claim:ટ્રમ્પની ‘પીસ રણનીતિ’ થી ઓઇલ માર્કેટમાં ખળભળાટ: શું ઈરાન પરમાણુ કરાર પર ઝૂકશે કે યુદ્ધના વાદળો ઘેરાશે?
Trump’s Peace Plan: અમેરિકા-ઈરાન સંબંધોમાં નવો વળાંક: ટ્રમ્પના ૧૫ મુદ્દાઓ શું પશ્ચિમ એશિયામાં શાંતિ લાવશે?
Meta Fined ₹3,000 Crore: મેટાને ₹૩,૦૦૦ કરોડનો ફટકો! ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર કોર્ટની લાલ આંખ; બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા બદલ લાદ્યો ભારે દંડ
Exit mobile version