Site icon

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા- ચાલાક ડ્રેગન કિલર મિસાઇલોનું પરીક્ષણ કરવાની તૈયારીમાં

News Continuous Bureau | Mumbai 

અમેરિકી પ્રતિનિધિ સભાની અધ્યક્ષ(Speaker of the US House of Representatives) નેન્સી પેલોસીની(Nancy Pelosi) તાઇવાન યાત્રા(Taiwan Visit) બાદ ઊભા થયેલા વિવાદના બહાને ચીન(China) તેની 'કેરિયર કિલર'(Career killer) મિસાઇલોના(missiles) વધુ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. એક યુદ્ધ રણનીતિ નિષ્ણાંતે(Strategist) આ જાણકારી આપી છે. હેરી કાઝિયાનિસે(Harry Kazianis) કહ્યું કે, ચીનની DF21-D અને DF-26D(ડોંગ ફેંગ અથવા ઇસ્ટ વિંડ) (Dong Feng or East Wind) એન્ટી-શિપ બેલિસ્ટિક મિસાઇલો(Anti-Ship Ballistic Missiles) સંભવિત રીતે અમેરિકી નૌસેના(US Navy) અને ખાસ કરીને તેના એરક્રાફ્ટ કેરિયરને(Aircraft carrier) 'ઘણું નુકસાન' પહોંચાડી શકે છે.

Join Our WhatsApp Community

અમેરિકી મીડિયા ની જાણકારી રાખનારા કાઝિયાનિસને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ(National security issues), ખાસ કરીને ચીનની સેનાના(Chinese army) આધુનિકરણના નિષ્ણાત મનાય છે. 'દુષ્ટ રાજ્ય યોજના'ના('Evil State Scheme) અધ્યક્ષ કાઝિયનિસે હાલમાં જ ચેતવણી આપી હતી કે, પર્લ હાર્બલ પર વધુ એક હુમાલનું કારણ ચીન બની શકે છે. તેમનું માનવું છે કે, ચીનની વધતી શક્તિ તણાવનું કારણ બનશે. કેમ કે, તે પોતાની સરખામણીએ ઘટી રહેલા અમેરિકા સાથે સંઘર્ષ કરશે અને આનાથી ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઇ શકે છે. 

આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં ધમાકો- આટલા લોકોના થયા મોત- 50થી વધુ ઘાયલ

કાઝિયાનિસ વિચારે છે કે, ચીન વિરુદ્ધ તાઇવાનને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા હથિયારો સાથે લડવું પડશે અને એટલે જ તેણે રાષ્ટ્રને સેનાના આધુનિકરણ કરવાની હાકલ કરી છે. કાઝિયાનિસે ૧૪ ઓગસ્ટે એક બ્રિટિશ ટેબ્લોઇડ એક્સપ્રેસને જણાવ્યું કે, ચીન પાસે ડોંગફેંગ મિસાઇલોની સંખ્યા એટલી વધારે છે કે અમેરિકી નૌસેના દ્વારા તે તમામને નષ્ટ કરવાની 'સંભાવના ઘણી ઓછી' છે. 

પેલોસીની યાત્રા અંગે કાઝિયાનિસે કહ્યું કે, મને લાગે છે કે આપણે ઘણા વધુ મિસાઇલ પરીક્ષણો(Missile tests) જોવા જઈ રહ્યા છે. તેમણે ચીન માટે DF21-D અને DF-26D મિસાઇલો વિશે જણાવ્યું હતું. આ મિસાઇલોને ઘણા નિષ્ણાતો 'કેરિયર કિલર મિસાઇલ'(Carrier Killer Missile) અથવા 'નેવી કિલર મિસાઇલ' કહે છે. તેમણે કહ્યું કે, આ મિસાઇલો ખાસ કરીને ચીનીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આથી જાે તાઇવાનને લઇને યુદ્ધની સ્થિતિ પેદા થાય અને અમેરિકી નૌસેના ચીનના તટથી ૫૦૦ મીલ (૮૦૫ કિલોમીટર)ના વિસ્તારમાં આવે છે તો તેમને ઘણું નુકસાન સહન કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો : પીએમની ખુરશીમાં કોણ આગળ ટ્રસ કે સુનક- જાણો બ્રિટનને ક્યારે મળશે નવા પ્રધાનમંત્રી 

Russia-Ukraine War Ceasefire: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મંત્રણા સફળ? રશિયા એક સપ્તાહ માટે યુદ્ધવિરામ કરવા સંમત હોવાનો ટ્રમ્પનો દાવો
India-EU Trade Deal Impact: ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ઝટકો, શાહબાઝ શરીફ માટે કેમ વધી મુશ્કેલીઓ?
India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
Colombia Plane Crash: કોલંબિયામાં ટેક-ઓફ બાદ તરત જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં પ્લેન ખાબકતા ૧૫ લોકોના મોતની પુષ્ટિ
Exit mobile version