Site icon

ચોંકાવનારી માહિતી : ચીન પાકિસ્તાનને એંસીના દાયકાથી પરમાણુ શસ્ત્રોમાં મદદ કરી રહ્યું છે. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

શીતયુદ્ધ પૂરુ થવાના પગલે અમેરિકાના ભારત સાથેના સંબંધો વધુને વધુ ગાઢ થવા લાગતા પાકિસ્તાન પર વધુને વધુ પ્રતિબંધો લાગવા માંડયા છે. તેના લીધે પાકિસ્તાને પણ  તેના શસ્ત્રોના કાર્યક્રમ માટે ચીન તરફ તેનું સુકાન ફેરવ્યું છે.પાકિસ્તાનને અમેરિકા પાસેથી શસ્ત્રો મેળવવામાં  વધુને વધુ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે તો તેની સામે ચીન ઇસ્લામાબાદને પરંપરાગત અને પરમાણુ શસ્ત્રોની મદદ પૂરી પાડીને અમેરિકાની ખોટ પૂરી રહ્યું છે.ચીન લાંબા સમયથી પાકિસ્તાનને શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડી રહ્યુ છે અને તાજેતરના વર્ષોમાં બંનેના સંબંધો વધુને વધુ ગાઢ થયા છે. પાકિસ્તાન આજે મોટાપાયા પરની શસ્ત્ર ખરીદી ચીન સાથે કરી રહ્યું છે. ચીને પાકિસ્તાનને પાંચ ટોચના શસ્ત્રોનું વેચાણ કર્યુ છે અથવા તો તેને લાઇસન્સ આપ્યું છે. તેમા પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ, જેએફ-૧૭ ફાઇટર એ-૧૦૦, મલ્ટિપલ રોકેટ લોન્ચર, વીટી-વનએ અને એચક્યુ-૧૬નો સમાવેશ થાય છે, એમ વિશ્લેષક ચાર્લી ગાઓએ લખ્યું હતું. સૌથી મહત્ત્વના પાસાઓમાં એક પાસુ એ છે કે પાકિસ્તાની લશ્કર ચીન પાસેથી તેમના ભૂમિદળ માટે પણ જરૃરી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહ્યું છે. વધુમાં પાકિસ્તાન ચીન પાસેથી લાંબી રેન્જની એચક્યુ-૯ સિસ્ટમ ખરીદવા વાટાઘાટ કરી રહ્યું છે. આ સિસ્ટમ રશિયાની એસ-૩૦૦ લોંગ રેન્જ એસએએમ સિસ્ટમનું ચાઇનીઝ અવતરણ છે. જાે કે ચીને પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રોને લીને ૧૯૮૦ના દાયકાથી જ મદદ કરવાનો પ્રારંભ કર્યો હતો. પાકિસ્તાને ત્યારે ભારત સામે જરૂરી લશ્કરી પ્રતિરોધ વિકસાવવા પરમાણુ શસ્ત્રો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. પાકિસ્તાન-ચીન વચ્ચેની સાંઠગાંઠ ત્યારથી શરૃ થઈ છે. ચીને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમમાં નોંધપાત્ર મદદ કરી છે. તેણે મિસાઇલ ઉપકરણો, વોરહેડની ડિઝાઇન અને અત્યંત સમૃદ્ધ યુરેનિયમ પણ પૂરુ પાડયું હોવાનું કહેવાય છે.

અરે વાહ, મધ્ય રેલેની પેસેન્જર મોબાઇલ એપમાં ટ્રેનોનું રિયલ- ટાઇમ ટ્રેકિંગ આ મહિનાથી ઉપલબ્ધ થશે

Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Exit mobile version