Site icon

આ દેશમાં ફરી કોરોનાનો હાઉં- સૌથી મોટી માર્કેટ કરી નાખી બંધ- આટલા દિવસનો રહેશે આકરો લોકડાઉન

China finally releases Covid data but citizens don’t believe it’s just 60,000 deaths

ચીનમાં કોરોનાથી તબાહી.. માત્ર 5 અઠવાડીયામાં આટલા હજારથી વધુ લોકોના મોત! રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા..  

News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં કોરોના(Corona) ફેલાવવા માટે જવાબદાર ગણાતા ચીનમાં(China) ફરી એકવાર કોરોનાના કેસ(Corona cases) ઝડપથી વધારો થઈ  રહ્યો છે. કોરોનાના ગંભીર ખતરાને જોતા સરકારે શેનઝેન (Shenzhen) ના હોક્યુંગબી (Huaqiangbei) સ્થિત વિશ્વના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ રિટેલ માર્કેટમાં(electronics retail market) ચાર દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

સાઉથ ચાઈના(South China) મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે Huaqiangbei માં શેનઝેન સરકારે(Shenzhen Govt) કોરોનાના પ્રકોપને રોકવા માટે વ્યવસાયિક પ્રવૃત્તિઓ(Business activities) કરવાનું બંધ કરી દીધું છે. દેશમાં 4 દિવસ માટે સૌથી ઈલેક્ટ્રોનિક બજાર(Electronic Market) બંધ રહેવાના કારણે વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓના સપ્લાયને(Supply of electronic products) અસર થઈ શકે છે. વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સોર્સિંગ હબ(Global Electronics Sourcing Hub) Huaqiangbei જિલ્લાને સોમવારથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ ગુરુવાર સુધી બજારો બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

સરકારે સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ અને મેડિકલ કંપનીઓ(Supermarkets, restaurants and medical companies) સિવાય અન્ય તમામ વ્યવસાયો અને સંસ્થાઓને (all businesses and organizations) બંધ રાખવા જણાવ્યું છે. રેસ્ટોરન્ટમાં માત્ર ઘરનું ભોજન લઈ જવાની સુવિધા પણ હશે. અત્યારે રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર પ્રતિબંધ છે. બીજી બાજુ લુઓહુમાં ગુઇયુઆન, નન્હુ અને સુંગંગ ઉપ-જિલ્લાઓમાં પણ સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

હાલમાં શેનઝેનમાં 11 કોરોના દર્દીઓ(Corona patients) મળ્યા છે. 17 મિલિયનથી વધુની વસ્તી ધરાવતું શેનઝેન શહેર આ વર્ષે માર્ચમાં ફક્ત એક સપ્તાહની અંદર કોવિડ-19ના પ્રકોપને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું હતું. સ્થાનિક અહેવાલો અનુસાર, જ્યારે સોમવારે શેનઝેનમાં કોવિડ-19ના 11 કેસ મળી આવ્યા ત્યારે સરકારે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો. 24 મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
 

India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Exit mobile version