Site icon News Continuous Bureau | Mumbai

બાપરે.. આ દેશની હોટલોમાં માત્ર એક જ ડીશ ઑર્ડર કરી શકાશે.. એઠું મુકનારને થશે આટલાં લાખ રૂપિયાનો દંડ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

25 ડિસેમ્બર 2020

જયારથી ચીનના વુહાનથી કોરોના દુનિયા ભરમાં ફેલાયો છે ત્યારથી વિશ્વના ઘણા દેશો સાથે ચીનના સંબંધોમાં કડવાશ આવી છે. અમેરિકા સામે ટ્રેડ વૉર ઉપરાંત ભારત સાથે પણ લદાખમાં એલએસી પર ઘર્ષણમાં ચાલી રહ્યું છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ ચીનને શંકાભરી નજરે જોય છે. આ કારણોથી ચીનની આયાત-નિકાસને અસર થઇ છે, જેના કારણે ચીનની હાલત વધુ ખરાબ થઇ છે. 

આવા  કારણોસર ચીન ખાદ્યાન્ન કટોકટીનો સામનો કરી રહયું છે. ખાદ્ય સંકટને પહોંચી વળવા ચીને અનોખુ ફરમાન જાહેર કર્યું છે. ચીનમાં હવે જમવાનું એઠું મૂકનારા લોકોને તેમ જ જે-તે રેસ્ટોરન્ટને દંડ ફટકારાશે. આ બધું ‘ઓપરેશન એમ્પ્ટી પ્લેટ’ હેઠળ કરાઇ રહ્યું છે, જેથી લોકો જેટલી ભૂખ હોય તેટલું જ ખાવાનું થાળીમાં લે. 

પ્રસ્તાવિત નવા નિયમો મુજબ, પ્લેટમાં જમવાનું એઠું મૂકવા બદલ 10 હજાર યુઆન (અંદાજે 1.12 લાખ રૂ.) સુધીનો દંડ થઇ શકે છે. રેસ્ટોરન્ટને પણ જમવાનું એઠું મૂકનારા લોકોને દંડ ફટકારવાની સત્તા અપાશે. એક અનુમાન મુજબ લોકો દર વર્ષે એટલું જમવાનું બગાડે છે કે એટલા ભોજનથી 3થી 5 કરોડ લોકોને આખું વર્ષ ખવડાવી શકાય.

Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Exit mobile version