ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
ચીને શુક્રવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે હાલના લામા એટલે કે દલાઈ લામાના અનુગામીને અધિકૃત અનુગામી નહીં માનવામાં આવે. જ્યાં સુધી ચીનની સત્તા તેમના અનુગામીને માન્યતા નથી આપતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં દલાઈ લામાએ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના અનુગામીની નિયુક્તિ કરશે. વાત એમ છે કે દલાઈ લામાએ પોતાના પછીના જે લામાની નિયુક્તિ કરી હતી એ લામા છેલ્લા ઘણા સમયથી લાપતા છે. ચીનના સત્તાધીશોએ તેનું અપહરણ કરી લીધું છે. ચીન દ્વારા એક અધિકૃત સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે દલાઈ લામાએ જે વ્યક્તિને પોતાના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે તે હાલ પોતાનું શિક્ષણ લઈ રહ્યા છે.
આમ તિબેટ પર ચીને કબજો જમાવ્યા પછી લામા સંસ્કૃતિને પણ એ ગળી જવા માગે છે.
