ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
દુનિયાનું ‘બોસ’ કહેવાતું અમેરિકા હવે દરેક મોરચે ચીનથી પાછળ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ વખતે ચીન અમેરિકાને હરાવી દુનિયાનો સૌથી અમીર દેશ બન્યો છે.
છેલ્લા 20 વર્ષમાં વિશ્વની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે.
જો કે ખાસ વાત એ છે કે દુનિયાની કુલ દોલતમાં ચીનની ભાગીદારી એક તૃતીયાંશ છે.
દુનિયાની 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશોની બેલેન્સથી પર નજર રાખનાર મેનેજમેન્ટ કન્સલન્ટન્ટ મેક્નિસે એન્ડ કંપનીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે
રિપોર્ટ અનુસાર વર્ષ 2000માં ચીનની કુલ સંપત્તિ 7 ખર્વ ડોલર હતી, જે 2020માં વધીને 1207 ખર્ચ ડોલર થઈ ગઈ છે.