Site icon

પાકિસ્તાનને મોટો ધક્કો : ચીની રાષ્ટ્રપતિએ પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો.. જાણો વિગતવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 સપ્ટેમ્બર 2020 

પાકિસ્તાન દેવાળીયું થયું છે પરંતું ચીનના ઈશારે ભારતને હેકડી બતાવતું રહે છે. એવા સમયે ચીનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનના પ્રવાસે આવવાના હતાં, એ સમાચારને લઈ પાકિસ્તાને અત્યારથી જ ભવ્ય સ્વાગતની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ મળતા સમાચાર મુજબ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીનના શી જિનપિંગ પાકિસ્તાન પ્રવાસ અચાનક રદ્દ કરી દીધો છે.

પાકિસ્તાન ના હાલ સાઉદી અરબ સાથે સંબંધો વણસી ગયા છે. બીજીબાજુ ચીનના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાન જવાનો ઈનકાર કરતા ઈમરાન ખાન સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે  જિનપિંગ ચાલુ વર્ષના અંતમાં પાકિસ્તાનના પ્રવાસે જવાના હતા, હવે ચીને અનિશ્ચિતકાળ માટે આ પ્રવાસ રદ્દ કરી દીધો છે. જો કે, પાકિસ્તાનમાં ચીનના રાજદૂત આયો ચિંગે કહ્યું કે, કોરોના સંકટને જોતા આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જલ્દી જ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

જિનપિંગના પ્રવાસને લઈ પાકિસ્તાનની સરકારને ઘણી અપેક્ષા હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ ડિફેન્સ અને આર્થિક ડિલ પર સહમતી બનવાની આશા હતી. આરબ દેશોની બેરુખી બાદ દેવામાં ડૂબેલા પાકિસ્તાનને છેલ્લી આશા ચીન પાસે જ હતી. જો કે, ચીનના રાજદૂતે કહ્યું કે, તેમને ચીન-પાકિસ્તાન કોરિડોરની પ્રગતિથી સંતોષ છે અને બન્ને દેશ આ પ્રોજેક્ટમાં આવી રહેલા પડકારથી ચીન પરિચિત છે.

રિપોર્ટ્સ અનુસાર, જિનપિંગે પોતાનો પ્રવાસ એટલા માટે રદ કર્યો છે કે, તે સીપીઈસી પ્રોજેક્ટને લઈને ખુશ નથી. સાથે જ ભારત વિવાદને લઇને ચીનની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે. એવા સમયે ભારતના દુશ્મન દેશની મુલાકાત લેવાથી ચીન આંખમા આવી શકે છે. એ વાત પણ ચીન સારી રીતે જાણે છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને  પોતાની ચીન યાત્રા દરમિયાન ચીનના રાષ્ટ્રપતિને પાકિસ્તાન પ્રવાસ માટે આમંત્રણ આપ્યું હતું…

Trump India Tariff: ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કરી આવી અપીલ, પુતિન પર દબાણ બનાવવા માટે ઘડી રણનીતિ
Canada Visa: કેનેડાના કડક વિઝા નિયમોએ વૈશ્વિક શિક્ષણને બદલ્યું, ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદ બન્યું આ શહેર
Turkey: નેપાળ બાદ હવે તુર્કી એ પણ સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
Exit mobile version