Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વના આ દેશમાં વેક્સિનેશન ફરજીયાત કરાતા લોકો ઉતર્યા રસ્તા પર, કર્યું વિરોધ પ્રદર્શન; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર 

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણને ફરજિયાત બનાવવા માટે કેનેડાની રાજધાની ઓટાવામાં સંસદ ભવનની સામે નાગરિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગત અઠવાડિયે હજારો વિરોધીઓએ ઓટાવામાં પ્રદર્શન કર્યું અને સંસદ હિલની આસપાસ ટ્રાફિકને જાણી જોઈને અવરોધિત કર્યો હતો. તો કેટલાક વિરોધીઓએ નેશનલ વોર મેમોરિયલ પર પેશાબ પણ કર્યો હતો. અહીં એક અજાણ્યાએ સૈનિકની કબર પર ડાન્સ પણ કર્યો હતો. કેનેડામાં અત્યાર સુધીની સૌથી મોટી મહામારીમાં ૮૦% થી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે તેમ છતાં વિરોધીઓને થોડી સહાનુભૂતિ મળી છે

આ વિરોધ પ્રદર્શનના કારણે પીએમ જસ્ટિન ટ્રૂડોને પરિવાર સાથે સુરક્ષિત ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તેના બે બાળકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનું પરિણામ પોઝિટિવ આવ્યું. પીએમએ કહ્યું છે કે તેઓ ઠીક છે અને દૂરથી કામ કરી રહ્યા છે. ઓટાવાના મેયર જિમ વોટસને પ્રદર્શન પર કહ્યું છે કે લોકોને સરકાર સામે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અન્ય લોકોને સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે. તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને જરૂરી પગલાં લેવા જણાવાયું છે. તેમણે એમ પણ કહ્યું કે હવે આગળ વધવાનો અને શહેરને તેના રહેવાસીઓને પરત આપવાનો સમય આવી ગયો છે. 

હવે દુશ્મનની ખેર નથી, ઈઝરાયેલ પોતાની સરહદે તૈયાર કરશે આ અનોખી દીવાલ; જાણો વિગતે

પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે જ્યાં સુધી રસીના તમામ આદેશો અને અન્ય પ્રતિબંધો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ જશે નહીં. આ દરમિયાન કેટલાક વિરોધીઓએ કોરોના પ્રતિબંધોની તુલના ફાસીવાદ સાથે કરી હતી અને કેનેડાના ધ્વજ સાથે નાઝી પ્રતીકો પ્રદર્શિત કર્યા હતા. કેટલાક વિરોધીઓએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોની તીવ્ર ટીકા કરી તેમને નિશાન બનાવ્યા હતા. 

મોન્ટ્રીયલના ડેવિડ સાન્તોસે કહ્યું કે તેઓ માને છે કે રસીકરણ ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, પરંતુ સરકાર દ્વારા ‘વસ્તુઓને નિયંત્રિત કરવા’ માટેની યુક્તિ છે. વિરોધ પ્રદર્શનના આયોજકોએ તમામ કોવિડ -૧૯ પ્રતિબંધો અને રસીકરણને ફરજિયાત બનાવવાના ર્નિણયને પાછો ખેંચવાની અને વડા પ્રધાન ટ્રૂડોના રાજીનામાની માંગ કરી હતી. 

સરકારના આદેશ મુજબ ૧૫ જાન્યુઆરીથી,ટ્રક ચાલકોએ સરહદ પાર કરવા માટે રસીકરણનો પુરાવો દર્શાવવો જરૂરી છે. રસી વિનાના ટ્રક ડ્રાઇવરોને યુએસથી પરત ફરતી વખતે આઇસોલેટ થવું પડશે અને કોરોના ટેસ્ટ કરાવવો પડશે. ટ્રક ડ્રાઈવરો માટે પણ આવો જ નિયમ યુએસમાં ૨૨ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમોને કારણે બંને દેશોમાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે અને ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

Flydubai Attack Investigation Update આકાશમાં મોતનું તાંડવ મચાવવાની ફિરાક! માત્ર ઈઝરાયલ રૂટ ટાર્ગેટ કરવા જ નોકરી મેળવી હતી કોપાઈલટના કબૂલાતનામાથી દુનિયા સ્તબ્ધ
Donald Trump Confuses India With Brazil ટ્રમ્પ ચૂંટણી સિસ્ટમ પર સવાલ ઉઠાવવા ગયા ને પોતે જ ટ્રોલ થઈ ગયા! બ્રાઝિલની જગ્યાએ લઈ લીધું ભારતનું નામ; વીડિયો વાયરલ…
Plague Fears In Russia રશિયામાં ‘બ્લેક ડેથ’નો ભય લેબ સંશોધકના શંકાસ્પદ મોત બાદ ૨૦૦થી વધુ લોકો આઈસોલેટ, આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર
Terror Plot To Crash Flydubai Plane In Tel Aviv ફ્લાયદુબઈ વિમાન કાંડ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવી 9/11 જેવો હુમલો કરવાનો હતો પ્લાન
Exit mobile version