Site icon

વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાએ જાેર પકડ્યું, આ દેશમાં લોકડાઉનથી કંટાળી રસ્તા પર ઉતરી વિરોધ કર્યો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.  

બેલ્જિયમમાં ફરી એકવાર કોરોનાએ જાેર પકડ્યું છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે કડક પગલાં લીધા છે. આ હેઠળ થિયેટર, કોન્સર્ટ હોલ અને કોન્ફરન્સ હોલ જેવી ઇન્ડોર જગ્યાઓ બંધ રહેશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં આઉટડોર ઈવેન્ટ્‌સ, સ્પોર્ટ્‌સ ઈવેન્ટ્‌સ અને ટેન્ટ વગેરે પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઉટડોર ક્રિસમસ બજારો પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા પરંતુ પછીથી તેમને ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત કોવિડ પ્રતિબંધો હેઠળ એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૦ લાખથી વધુ કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા ૨૮,૧૪૯ લોકોના મોત થયા છે. બેલ્જિયમ હજુ પણ કોરોનાની ચોથી લહેરમાંથી બહાર આવી રહ્યું છે અને ઓમિક્રોનના રૂપમાં એક નવો ખતરો તેને ઘેરી રહ્યો છે. હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે તેઓ પહેલેથી જ બ્રેકિંગ પોઈન્ટ પર છે. આને ધ્યાનમાં રાખીને સરકાર આકરા ર્નિણયો લઈ રહી છે. પરંતુ લોકો તેના માટે તૈયાર નથી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પણ બ્રસેલ્સમાં હજારો લોકોએ કોવિડ-૧૯ને લઈને સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.ઓમિક્રોનના વધતા ખતરાનો સામનો કરવા માટે વિવિધ પ્રતિબંધો અને લોકડાઉનનો યુગ શરૂ થયો છે. કેટલાક દેશોએ કડક પગલાં લીધા છે અને કેટલાક તેની ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં જાેરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધીઓ સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો ખાસ કરીને સિનેમા હોલ બંધ કરવાને કારણે નારાજ છે. પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે તેઓ રવિવારે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ધર્મસંસદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરનાર કાલીચરણની અહીંથી થઇ ધરપકડ
 

વિરોધકર્તાઓ રાજધાનીના મોન્ટ ડેસ આર્ટ્‌સ સ્ક્વેરમાં તેમના હાથમાં લખેલા પ્લેકાર્ડ સાથે એકઠા થયા હતા. અહીં તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંગીતના સાધનો વગાડીને સરકારના ર્નિણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે થિયેટર, સિનેમા હોલ જેવા સાંસ્કૃતિક સ્થળો બંધ કરીને સરકારે સારું કર્યું નથી. તેણે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જાેઈએ.

 

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version