ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 નવેમ્બર, 2021
બુધવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીઓપી 26 જળવાયુ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ગ્લાસગોમાં છે.
જળવાયુ શિખર સમ્મેલનમાં પીએમ મોદી વિશ્વભરના અન્ય તમામ નેતાઓ સાથેની મુલાકાત વચ્ચે પીએમ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત ચર્ચાનો વિષય બની હતી.
આ મુલાકાતમાં ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે પીએમ મોદીને કહ્યુ કે તમે ઇઝરાયલમાં લોકપ્રિય છો, તમે મારી પાર્ટી જોઇન કરી લો.
આ મુલાકાતમાં બન્ને નેતાઓ એક બીજાને સારી રીતે મળ્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે ભારત અને ઇઝરાયલના મજબૂત સબંધ માટે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.
