Site icon

ગજબ કહેવાય! આ દેશમાં એક કંપની કર્મચારીઓને સેલેરીમાં રોકડ રકમને બદલે આપી રહી છે સોનું.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai 

દેશ-વિદેશમાં અજાયબ વસ્તુઓ બનતી હોય છે. ઈંગ્લેન્ડ(England)ની એક ખાનગી કંપની(Private companny) પોતાના કર્મચારીઓ માટે અચંબિત કરી દેવી ઓફર લાવી છે. તે પોતાના કર્મચારી(employee)ઓને પગારમાં રોકડ રકમને પગલે કિમંતી પીળી ધાતુ સોનું (Gold)આપી રહી છે. શરૂઆતમાં તેણે 20 સિનિયર કર્મચારીઓને પગારમાં સોનું આપ્યું છે. જોકે જે કર્મચારીઓને રોકડા જોઈતા હોય તેમને તે રોકડ રકમ પણ આપે છે.

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર,ઇંગ્લેંડની આ કંપની તેના કર્મચારીઓને તેમના વર્તમાન અને ભવિષ્ય(future)ને ધ્યાનમાં રાખીને પગારના બદલામાં સોનુ આપી રહી છે. હાલ આ પોલિસી ટ્રાયલ(Policy Trail) પર છે અને કંપનીમાં સીનિયર પદો પર હાજર 20 લોકોને આનો લાભ આપવામાં આવ્યો છે. પરંતુ જો આ સિસ્ટમથી કર્મચારીઓને ફાયદો થશે તો કંપની તેના પર વિચાર કરશે.

રિપોર્ટ અનુસાર કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સોનું આપવાની નીતિ પર માત્ર પોતાના કર્મચારીઓને આર્થિક સંકટ(Economic crisis)થી બચાવવા માટે વિચાર કરવામાં આવ્યો છે. જો કે, જો કોઈ કર્મચારી રોકડ પગાર લેવા માંગે છે, તો તે તેને તે જ આપવામાં આવશે. કંપની વતી એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે, ભવિષ્યમાં કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગારનું વધારે મૂલ્ય મળે તે માટે કર્મચારીઓ માટે પગારને બદલે સોનાની ઓફર શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :   શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન બનશે UAEના આગામી રાષ્ટ્રપતિ, આ પદ સંભાળનાર ત્રીજા નેતા.. જાણો વિગતે 

જોકે સોનામાં ચૂકવણી કરવાનો અર્થ એ નથી કે કર્મચારીઓને સોનાના સિક્કા(Gold coins) લઈને ઘેર જશે. તેઓ તેમની ઈચ્છાનુસાર સોનાથી પાઉન્ડના વિનિમય દર મુજબ રોકડ ઉપાડી શકશે એટલે એક રીતે જોઈએ તો કર્મચારીઓને પગાર કરતા વધારે મૂલ્ય મળે છે.

કંપનીના ગોલ્ડન બોસે કહ્યું કે સોના એ હજારો વર્ષોથી તેની ખરીદ શક્તિ જાળવી રાખી છે. આવા સમયે, જ્યારે પરંપરાગત નાણા સતત તેની ખરીદ શક્તિ ગુમાવી રહ્યા છે, ત્યારે સોનું લોકોને ફુગાવાને આગળ રાખવાની શ્રેષ્ઠ તક આપે છે.
 

India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
Colombia Plane Crash: કોલંબિયામાં ટેક-ઓફ બાદ તરત જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં પ્લેન ખાબકતા ૧૫ લોકોના મોતની પુષ્ટિ
India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Exit mobile version