Site icon

દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીનની થઈ ગઈ આ હાલત.. રાજધાની બીજિંગમાં લીધા આ પગલાં.જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

એક તરફ ભારતમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે.એવામાં દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીનની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. રાજધાની બીજિંગમા ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે, તેને પગલે અહીં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. ઓફિસ, સ્કૂલ, કોલેજ, બજાર, ફલાઈટ વગેરે તમામ સેવા બંધ કરી દેવામાં આવી છે. શહેરમાં ના કોઈ આવી શકે છે, ના કોઈ અહીંથી બહાર જઈ શકે છે.

આરોગ્ય ખાતાએ આગામી દિવસોમાં કેસમાં હજી વધારો થવાની શકયતા વ્યકત કરી છે તેથી જિનપિંગ સરકારનું ટેન્શન વધી ગયું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વૂ લિયાંગયૂએ રવિવારે જણાવ્યું હતું કે દેશમાં ફેલાઈ રહેલા ચેપ વિદેશથી ડેલ્ટા વેરિયન્ટને કારણે આવી રહ્યો છે.

સૌથી મોટા મુસ્લિમ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી હિન્દુ ધર્મ અપનાવશે, જાણો શું છે કારણ

ચીનના કહેવા મુજબ કોરોનાનો ચેપ 17 ઓક્ટોબરથી લઈને અઠવાડિયામાં જ દેશના 11 પ્રાંતોમાં ફેલાઈ ગયો છે. મોટાભાગના ચેપી લોકોની ક્રોસ-રીજન ટ્રાવેલ હિસ્ટ્રી છે. મહામારીથી પ્રભાવિત વિસ્તારોને ઈમરજન્સી મોડ પર નાખી દેવામાં આવ્યા છે.

બીજિંગની સાથે જ ગાંસુ પ્રાંતના અમુક શહેરોમાં જેમાં લાનઝાઉ અન ઈનર મંગોલિયામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી બસ-ટેક્સી સેવા બંધ કરી દેવામાં આવી છે. દુનિયાભરમાં જયાંથી કોરોના ફેલાયો હતો તે વુહાનમાં મેરાથોન હતી, તેને પણ રદ કરી દેવામાં આવી છે. ચીનમાં રવિવારે 43 નવા કેસ અને શનિવારે 26 નવા કેસ નોઁધાયા હતા. 

ચીનમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે એક રિપોર્ટ  મુજબ ચીને પોતાની 75.6 ટકા વસતીને કોવિડ-19ની વેક્સિન આપી દીધી છે. ચીન હવે વરિષ્ઠ નાગરિકોને બુસ્ટર ડોઝ આપી રહ્યું છે.

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version