ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
આખા વિશ્વમાં ઇઝરાયેલ એવું રાષ્ટ્ર છે જેમાં સૌથી વધારે રસીકરણ થયું છે. આ ઉપરાંત ઈઝરાયેલમાં તમામ પ્રકારના પ્રતિબંધો ખસેડી નાખવામાં આવ્યા છે. તેમજ લોકોને માસ્ક પહેરવા માંથી મુક્તિ આપવામાં આવી છે. હવે આ સંદર્ભે નવો વળાંક આવ્યો છે. ઇઝરાયલમાં કોરોના એ ફરી એક વખત દસ્તક દીધી છે. માત્ર 24 કલાકમાં ઈઝરાયેલમાં 125 નવા કેસ દર્જ થયા છે. પરિણામ સ્વરૂપ ઈઝરાયેલમાં હવે સરકારી સ્તરે તમામ સાવધાની રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ બ્રિટન પછી ઇઝરાયેલ પણ ફરી એક વખત કોરોના ના ઝપટમાં આવ્યું છે.
