ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
વિશ્વને કોરોના મહામારીમાં ધકેલનાર ચીન ફરી એકવાર તેની ઝપેટમાં આવી ગયું છે.
અહીં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સરકારે તેને રોકવા માટે કડક પગલાં ભરવા શરૂ કર્યું છે.
આજ ક્રમમાં ચીને ૧.૩૦ કરોડ વસ્તીવાળા ઉત્તરીય શહેર શી આનમાં લોકડાઉનનો આદેશ આપ્યો છે.
લોકોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો.
આ ઉપરાંત,તમામ પ્રકારના વેપાર-ધંધા અને કામકાજની ઓફિસો કચેરીઓ બંધ રાખવાનો આદેશ ફરમાવી દીધો છે.
