Site icon

આવું તે કેવું સોશિયલ ડિસ્ટન્સિંગ! આ દેશમાં કોરોના દર્દીને ઊંચકવા માટે બોલાવી ક્રેન- જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

ચીનમાં(China) ફરી એકવાર કોરોનાએ(Corona) માથું ઉચક્યું છે. ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ(Social distancing) ફોલો કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કોરોના પોઝિટિવ વ્યક્તિને ક્રેન દ્વારા લઈ જવામાં આવી રહી છે..

Join Our WhatsApp Community

ચીનનો આ વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. જો કે આ વીડિયો કયા શહેરનો છે તે જાણી શકાયું નથી. ચીની લેખક ફેંગ ઝાઉજીએ(Feng Zhoujie) આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું- કોરોના દર્દીને ક્રેન દ્વારા આઈસોલેશન વોર્ડમાં(isolation ward) લઈ જવામાં આવ્યો હતો.  અધિકારીઓ ઈચ્છતા ન હતા કે કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ(Corona positive) દર્દીના સંપર્કમાં આવે. ત્યાં સુધી કે તેઓ એવું ઈચ્છતા નથી કે દર્દીના શરીરનો એકપણ બેક્ટેરિયા જમીન પર રહે. સામાજિક ડિસ્ટન્સિંગના નામે PPE કિટ પહેરેલા કોઈ અધિકારી પણ દર્દી પાસે હાજર ન હતો.

આ સમાચાર પણ વાંચો : સૌથી મોટા સમાચાર – બરાબર દિવાળીના દિવસે ઋષી સુનક બન્યા બ્રીટનના વડાપ્રધાન

થોડા દિવસો પહેલા બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ(Business tycoon Harsh Goenka) ચીનના આઇસોલેશન સેન્ટરની(Isolation Center) વાસ્તવિકતા દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જેલના કેટલાક બેરેક જેવા રૂમ જોવા મળ્યા હતા. આ સફેદ રંગના બોક્સમાં નાની બારીઓ ખુલ્લી હોય છે અને PPE કીટ પહેરેલી વ્યક્તિ લોકોને ખોરાક અને દવા આપે છે.

આટલી કડકાઈ પછી પણ ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, તે ફરીથી તેની શૂન્ય કોરોના નીતિને કડક બનાવી રહી છે. દેશમાં પાર્ક, શોપિંગ મોલ, થિયેટર જેવા જાહેર સ્થળોમાં પ્રવેશવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

US Politics: શાંતિ સ્થાપવા છતાં ટ્રમ્પ નિશાના પર! સીઝફાયર બાદ અમેરિકામાં કેમ ગુંજ્યા ‘ટ્રમ્પ રાજીનામું આપો’ ના નારા?
Netanyahu Lebanon Ceasefire Denial: લેબનોનમાં કોઈ સીઝફાયર નહીં’, નેતન્યાહુના આ આકરા એલાનથી US-ઈરાન યુદ્ધવિરામ પર ઉઠ્યા ગંભીર સવાલો!
US Iran Ceasefire: સીઝફાયરના સમાચારથી ઈરાનમાં ખુશીની લહેર, અયાતુલ્લા ખામેનેઈનો સંદેશ ફરી ચર્ચામાં.
US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર
Exit mobile version